1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના રૂપિયા 31 લાખના કોપરના વાયરોની ચોરી કેસમાં આરોપી પકડાયો
સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના રૂપિયા 31 લાખના કોપરના વાયરોની ચોરી કેસમાં આરોપી પકડાયો

સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના રૂપિયા 31 લાખના કોપરના વાયરોની ચોરી કેસમાં આરોપી પકડાયો

0
Social Share

સુરત, 12 માર્ચ 2026: Accused arrested in Surat metro project copper wire theft case શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે તસ્કરો  મેટ્રો પ્રોજેક્ટના કિંમતી કોપરના વાયરો ઉઠાવી ગયા હતા. ભેસાણ મેટ્રો ડેપોમાં થયેલી રૂ. 31.68 લાખની કોપર કેબલની ચોરીના કેસમાં પોલીસને સફળતા મળી છે. આ ચોરીમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક વ્યવસાયે ભંગારનો વેપારી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ આરોપી પાસેથી રૂ. એક લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી હતી કે, શહેરના ભેસાણ મેટ્રો ડેપોના સ્ટોરમાંથી રૂપિયા 31.68 લાખના કોપર વાયરોની ચોરી થઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. અને આ ચોરી કેસમાં ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોની ભૂમિકા મુખ્ય હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે ધરપકડ કરાયેલા બંને આરોપીમાંથી એક ભંગારનો વેપારી છે. જેમણે ચોરીનો આટલો મોટો જથ્થો ઠેકાણે પાડવામાં મદદ કરી હતી. પોલીસને આશંકા છે કે, આ ગેંગમાં હજુ પણ કેટલાક રીઢા ગુનેગારો અને મજૂરો સામેલ હોઈ શકે છે, જેમણે ડેપોની અંદરની તમામ વિગતો આરોપીઓને પૂરી પાડી હતી. હાલમાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે.

સૂત્રોના કહેવા મુજબ પોલીસે બે મુખ્ય આરોપીને દબોચી લીધા છે.  જેમાં પ્રથમ આરોપી મનીષ હામિદ શેખ (ઉં.વ. 21) છે, જે મૂળ રાજસ્થાનના ભરતપુરનો વતની છે અને હાલ ભેસાણ વિસ્તારમાં જ રહે છે અને ભંગારનો વેપારી છે. તે અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. જ્યારે બીજો આરોપી વણકર સવસિંગભાઈ કટારા (ઉં.વ. 24) છે, જે મૂળ દાહોદનો રહેવાસી છે અને શ્રમિક છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીના નેટવર્કમાં ભંગારના વેપાર સાથે સંકળાયેલા શખ્સોની પણ ભૂમિકા હતી, જેઓ ચોરીના કિંમતી કોપર કેબલને સસ્તા ભાવે ખરીદીને આગળ વેચવાની પેરવીમાં હતા. નોંધનીય છે કે, આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મનીષ શેખ વિરુદ્ધ અગાઉ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે, જ્યારે વણકર કટારા પણ અગાઉ ઈચ્છાપોર વિસ્તારમાં જ લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code