Homeગુજરાતીગુજરાતઅમદાવાદના સરખેજમાં જુની અદાવતમાં બે જુથ બાખડી પડતા એકનું મોત, ત્રણ ઘવાયા

અમદાવાદના સરખેજમાં જુની અદાવતમાં બે જુથ બાખડી પડતા એકનું મોત, ત્રણ ઘવાયા

અમદાવાદ, 18 માર્ચ 2026: Two groups clash over old enmity શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોર વાસમાં ગઈ રાત્રે જૂની અદાવતને લીધે બે જૂથો બાખડી પડ્યા હતા. સામસામે મારામારીમાં એક જૂથના લોકોએ અન્ય જૂથ પર છરી વડે હુમલો કરતા ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ત્રણ લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સરખેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના સરખેજ ગામમાં આવેલા ઠાકોરવાસમાં ગત મોડી રાતે વાહનો લઈને કેટલાક લોકો આવ્યા હતા, અને જુની અદાવતમાં કેટલાક લોકો સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન બે જુથના લોકો આમને સામને આવી ગયા હતા. જે બાદ એક જ પરિવારના સભ્યો પર હથિયારથી હુમલો કરાયો હતો. આ હુમલામાં કુલ ચાર લોકોને ઇજા પહોંચી હતી. જેમાં ગણેશ ઠાકોર નામના યુવકને પેટમાં છરી મારતા ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ભણ લોકોને ઈજાઓ થઈ હતી. આ બનાવની જાણ થતા સરખેજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે સરખેજ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

આ અંગે ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસની અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ છરી સાથે આવ્યા હતા અને કહ્યું હતું કે, આશિષ ઠાકોર મહિના પહેલા મારમાંથી બચી ગયો છે. આજે તને છોડવાનો નથી તેમ કહીને જયેશ ઠાકોરના ઘરમાં પ્રવેશીને છરીના ઘા માર્યા હતા. નરેશ ઠાકોર છોડાવવા પડતા તેને પણ છરીના ઘા માર્યા હતા.

સંબંધિત લેખો

Most Popular