1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાપરમાં સુપર માર્કેટની લિફ્ટમાં માથુ ફસાઈ જતા શ્રમિક યુવાનનું મોત
રાપરમાં સુપર માર્કેટની લિફ્ટમાં માથુ ફસાઈ જતા શ્રમિક યુવાનનું મોત

રાપરમાં સુપર માર્કેટની લિફ્ટમાં માથુ ફસાઈ જતા શ્રમિક યુવાનનું મોત

0
Social Share

ભૂજ, 27 માર્ચ 2026: Young man dies after getting his head stuck in elevator  કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં આવેલી એક સુપ માર્કેટમાં કામ કરતો શ્રમિક યુવાન માલસામાનની લિફ્ટમાં હેરફેરી કરતો હતો ત્યારે લિફ્ટમાં તેનું  માથું ફસાઈ જતા આ આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, રાપરના ધોળાવીરા રોડ પર વનત મસાલા એન્ડ સુપર માર્કેટમાં ચેતન પુંજાભાઈ ગામી નામનો યુવાન શ્રમિક કામ કરતો હતો.  તે સમયે સુપર માર્કેટમાં માલસામાનની હેરફેર માટે વપરાતી લિફ્ટમાં અચાનક તેનું માથું ફસાઈ ગયું હતું. જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને બૂમાબૂમ તથા ચીસોના અવાજથી સુપર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં ચેતન ગામીને તાત્કાલિક રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યો છે. ત્યારે આ બનાવની જાણ થતા જ રાપર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી પીએસઆઈ પી.એલ. ફણેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

આ ઘટના કંપની કે કારખાનામાં મોટા મોટા મશીનો સાથે કામ કરતા કર્મચારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સારૂપ સાબિત થઈ છે. મોટા મશીનો સાથે ધ્યાન અને સાવચેતીપૂર્વક કામ કરવું જોઈએ, નહીં તો સામાન્ય બેદરકારી પણ કોઈનો જીવ લઈ શકે છે, તે આ ઘટનાએ સ્પષ્ટ સાબિત કર્યું છે. જેમાં સુપર માર્કેટમાં સામાનની હેરફેર કરતી લિફ્ટ એક નિર્દોષ યુવાન ચેતન ગામી માટે કાળ સાબિત થઈ છે. ત્યારે ઘટનાને લઈને મૃતક ચેતનભાઈના પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code