1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં દુષ્કર્મ કેસનો આરોપી કોર્ટમાંથી ભાગી જતા પીએસઆઈને સસ્પેન્ડ કરાયા
વડોદરામાં દુષ્કર્મ કેસનો આરોપી કોર્ટમાંથી ભાગી જતા પીએસઆઈને સસ્પેન્ડ કરાયા

વડોદરામાં દુષ્કર્મ કેસનો આરોપી કોર્ટમાંથી ભાગી જતા પીએસઆઈને સસ્પેન્ડ કરાયા

0
Social Share

વડોદરા, 1 એપ્રિલ 2026: PSI suspended શહેરમાં દુષ્કર્મ કેસના આરોપીને સુનાવણી માટે જેલમાંથી કોર્ટમાં લઈ જવાયો હતો. તે દરમિયાન આરોપીએ વોશરૂમમાં જવા માટે જાપ્તા પોલીસને વિનંતી કરતા પોલીસે મંજુરી આપતા તે દરમિયાન વોશરૂમ તરફ જતા પોલીસની નજર ચુકવીને આરોપી ફરાર થઈ ગયો હતો. જેમાં પોલીસની બેદરકારી જણાતા પીએસઆઈ એ. એન. પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓના જાપ્તા દ્વારા આરોપીને જેલમાંથી લઈને કોર્ટમાં રજૂ કરવા માટે લવાયો હતો. આ સમયે તે ભાગી ગયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાળકી પર દુષ્કર્મના કેસમાં આરોપી અજય ઉર્ફે આકાશ રોકડીને વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. સોમવારના રોજ આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતો. જેના કારણે પોલીસ હેડક્વાર્ટરના સ્ટાફ દ્વારા કેદીને સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં કડક બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો.આરોપીને લઈ પોલીસ સ્ટાફના માણસો ઊભા હતા. તે દરમિયાન આ આરોપીએ વોશરૂમ જવા માટે પોલીસ સ્ટાફને જણાવ્યું હતું. જેથી તેને વોશરૂમ તરફ લઈ જવામાં આવતો હતો ત્યારે જ આરોપી પોલીસ કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.

પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ ભાગી છૂટેલા આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી, પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે. હાલ પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે. આ દરમિયાન PSI એ એન પાટીલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code