1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરથી હાવડા જંકશન સુધી 27મી એપ્રિલે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
ભાવનગરથી હાવડા જંકશન સુધી 27મી એપ્રિલે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

ભાવનગરથી હાવડા જંકશન સુધી 27મી એપ્રિલે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

0
Social Share

ભાવનગર, 20 એપ્રિલ 2026: Summer special train will run from Bhavnagar to Howrah Junction ઉનાળું વેકેશન અને લગ્નસરાની સીઝનને કારણે ટ્રેનોમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ભાવનગર ટર્મિનસથી હાવડા જંકશન સુધી વિશેષ ભાડામાં ખાસ ટ્રેન દોડાવાશે. જેમાં આજે તા. 20મી એપ્રિલે તેમજ તા. 27મી એપ્રિલના રોજ ખાસ ટ્રેન દોડાવાશે.

પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજા દરમિયાન વધારાની મુસાફરી સુવિધા પૂરી પાડવાના હેતુસર ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) હેઠળ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા (Special Fare) પર સંચાલિત થશે. ભાવનગર ટર્મિનસ અને હાવડા જંકશન વચ્ચે “સમર સ્પેશિયલ ટ્રેન” દોડાવાશે. આ સેવા ભાવનગર ટર્મિનસથી 20 એપ્રિલ અને 27 એપ્રિલના રોજ સંચાલિત થશે. ભાવનગર રેલવે ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતુ કે ભાવનગર ટર્મિનસ – હાવડા જંકશન સમર સ્પેશિયલ 20 એપ્રિલ અને 27 એપ્રિલે ચાલશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સોમવારે સાંજે 5:45 કલાકે પ્રસ્થાન કરી બુધવારે રાત્રે 9:40 કલાકે હાવડા જંકશન પહોંચશે. તદનુસાર પરત ફરતી ટ્રેન હાવડા જંકશન – ભાવનગર ટર્મિનસ સમર સ્પેશિયલ 23 એપ્રિલ 2026 અને 30 એપ્રિલના રોજ દોડશે. આ ટ્રેન હાવડા જંકશનથી ગુરુવારે સવારે 10:50 કલાકે પ્રસ્થાન કરી શનિવારે સવારે 06:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્‍દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર જં., આબુરોડ, અજમેર જંકશન, જયપુર જંકશન, બાંદીકુઇ જંકશન, ભરતપુર જંકશન, અછનેરા જંકશન, ઈદગાહ જંકશન, ટુંડલા જંકશન, ગોવિંદપુરી, પ્રયાગરાજ જંકશન, પંડિત દિનદયાલ ઉપાધ્યાય જંકશન, સાસારામ, ગયા જંકશન, કોડરમા, ધનબાદ જંકશન, આસનસોલ જંકશન, દુર્ગાપુર, બર્ધમાન અને બૈંડેલ જં. સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં સ્લીપર તેમજ જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.

આ ટ્રેન માટે ટિકિટોની બુકિંગ આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસીની અધિકૃત વેબસાઇટ પર શરૂ કરાયુ છે. યાત્રિયો ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચ રચના અંગેની વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code