અમદાવાદ, 30 એપ્રિલ 2026: A humid breeze will bring some relief from the unbearable heat. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અમદાવાદ સહિત મહાનગરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી જતા જનજીવન પર અસર પડી હતી. અમદાવાદ અને રાજકોટમાં તો રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતા વધુ નોંધાયુ હતુ. પણ હવે અસહ્ય ગરમીમાંથી તોડી રાહત મળવાની શક્યતા છે. આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ભેજવાળા પવન ફૂંકાતા હોવાથી નાગરિકોને આકરો તાપ સહન કરવો પડશે નહીં. જો કે છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો છે. તેમજ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતભરમાં છેલ્લા એક અઠવાડિયાથી મોટા ભાગના શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો હતો. મોટાભાગના શહેરોમાં તાપમાન 42થી 44 ડિગ્રીએ પહોંચી ગયું હતું. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેથી બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જતા હતા. જો કે હવે વાતાવરણની પેટર્નમાં ફેરફાર થતાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું છે. આગામી દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જે બાદ કોઈ મોટો બદલવા જોવા મળશે નહીં. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાઈ શકે છે. તેમજ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરમાં આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 44 ડિગ્રીએ ગરમી પહોંચ્યા બાદ તેમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો રાહતનો શ્વાસ લઈ શકશે. અત્યારે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે આગામી 7 દિવસ સુધી કોઈપણ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી. તેમજ 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


