Homeગુજરાતીગુજરાતધોરણ 12માં નાપાસ કે પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ જુનમાં પૂરક પરીક્ષા આપી શકશે

ધોરણ 12માં નાપાસ કે પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ જુનમાં પૂરક પરીક્ષા આપી શકશે

 અમદાવાદ, 4 મે 2026: Supplementary exams in June ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જોહેર કરવામાં આવ્યુ છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ નોંધાયું છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ નથી થઈ શક્યા અથવા જેઓ પોતાના ગુણથી સંતુષ્ટ નથી, તેમના માટે બોર્ડે ‘બેસ્ટ ઓફ ટુ’ હેઠળ પૂરક પરીક્ષાની જાહેરાત કરી છે. અને આગામી જુન મહિનામાં પૂરક પરીક્ષા લેવામાં આવશે.

શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ, ધોરણ 12માં બન્ને પ્રવાહમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે હેતુથી આગામી જૂન મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ બે વાર પરીક્ષા આપી શકશે અને જે પરીક્ષાનું પરિણામ સારું હશે તેને માન્ય રાખવામાં આવશે. બોર્ડ દ્વારા આજથી જ આ કામગીરી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, શિક્ષણ બોર્ડ આગામી દિવસોમાં પૂરક પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. પૂરક પરીક્ષાનું વિગતવાર ટાઈમ ટેબલ આવતા અઠવાડિયે સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષાના ફોર્મ ભરવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઈટ અથવા પોતાની શાળાનો સંપર્ક કરવાનો રહેશે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ સુધારીને આગળના અભ્યાસ માટેની તક મળશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img