1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર-અમદાવાદ હાઈવે પર કન્ટેનર પાછળ કાર અથડાતા ત્રણના મોત
ભાવનગર-અમદાવાદ હાઈવે પર કન્ટેનર પાછળ કાર અથડાતા ત્રણના મોત

ભાવનગર-અમદાવાદ હાઈવે પર કન્ટેનર પાછળ કાર અથડાતા ત્રણના મોત

0
Social Share

ભાવનગર, 20 મે, 2026 : Three killed as car hits container રાજ્યના હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ભડભીડ ટોલનાકા નજીક સર્જાયો હતો. પૂરપાટ ઝડપે કાર કન્ટેનર પાછળ ઘૂંસી જતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહત-બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેય મૃતદેહોને બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોના નામ વિરેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા, બળભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા અને ઈમ્તિયાઝ મલેક હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  ભાવનગર-અમદાવાદ હાઈવે પર આવેલા ભાલ પંથકના ભડભીડ ટોલનાકા નજીક મોડી રાત્રે પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ટેન્કર પાછળ અથડાતા કારમાં સવાર 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. કાર કન્ટેરમાં ઘૂસતાં પડીકું વળી ગઈ હતી. ત્રણેયની લાશને પીએમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ભાવનગરથી ધોલેરા જતા હાઈવે પર ભડભીડ ટોલનાકાથી આશરે 1 કિલોમીટર દૂર 3 નંબરની ખાડી પાસે આ અકસ્માત થયો હતો. ઓવરસ્પીડમાં જઈ રહેલી એક કાર કન્ટેનરના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ગાડીમાં સવાર ત્રણેય લોકોના સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહત-બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેય મૃતદેહોને બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ અને સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માતના કારણો અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code