1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના ગોતા વિસ્તારમાં દૂષિત પાણીને લીધે 500થી વધુ લોકોને ઝાડા-ઊલટી
અમદાવાદના ગોતા વિસ્તારમાં દૂષિત પાણીને લીધે 500થી વધુ લોકોને ઝાડા-ઊલટી

અમદાવાદના ગોતા વિસ્તારમાં દૂષિત પાણીને લીધે 500થી વધુ લોકોને ઝાડા-ઊલટી

0
Social Share

અમદાવાદ, 3 જુન, 2026 :  500 people suffer from diarrhea and vomiting due to contaminated water શહેરના ગોતા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટ્સ અને આજુબાજુની સોસાયટીઓમાં દૂષિત પાણીને લીધે ઝાડા-ઊલટીના કેસ વધતા સ્થાનિક રહિશોમાં તંત્ર સામે વિરોધ ઊભો થયો છે. આકાંક્ષા એપાર્ટમાન્ટમાં 100 જેટલા ઝાડા-ઊલટીના કેસ નોંધાયા છે. અસરગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થયુ હોવાને કારણે રોગચાળો વકર્યો છે.

 શહેરના ગોતા વોર્ડમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં શુક્રવારથી પીવાના પાણી મિક્સ થવાના કારણે રોગચાળો ફેલાયો છે. સ્થાનિક સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ અંદાજે 500 લોકો ઝાડા ઊલટીના કારણે બીમારમાં સપડાયા છે. ચાર દિવસથી લોકો બીમાર છે.  છતાં પણ કોઈ અધિકારી કે નેતા જોવા માટે આવ્યા નથી. સોસાયટી દ્વારા હાલ બહારથી પાણીની બોટલો મંગાવવાની ફરજ પડી રહી છે. છેલ્લા ઘણા સમયથી નળમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી હતી. પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થતું હોવાનું સ્થાનિક રહિશો કહી રહ્યા છે.

 સ્થાનિક રહિશોએ જણાવ્યું હતું કે, ગોતા વિસ્તારમાં 700 લોકો દૂષિત પાણીને કારણે બીમાર પડ્યા છે.  જનતાનગર પાસે પાણીના લીકેજની કામગીરી દરમિયાન ગટર અને પીવાનું પાણી મિક્સ થઈ ગયું છે. જેના કારણે રોગચાળો ફેલાયો છે. હાલ બહારથી અમે પાણી મંગાવીએ છીએ અને થોડા દિવસ પહેલા મ્યુનિના એક અધિકારી આવ્યા હતા અને પાણીનું એક ટેન્કર આપવાનું કહી અને જતા રહ્યા હતા.કોઈપણ જવાબદારી ન હોય તેમ ચાર કોર્પોરેટરો છે છતાં પણ અહીંયા આવ્યા નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code