1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધ્રાંગધ્રા હાઈવે પર સ્કૂલબસ સાથે પીકઅપ વાન અથડાતા 10 વિદ્યાર્થીઓ ઘવાયા
ધ્રાંગધ્રા હાઈવે પર સ્કૂલબસ સાથે પીકઅપ વાન અથડાતા 10 વિદ્યાર્થીઓ ઘવાયા

ધ્રાંગધ્રા હાઈવે પર સ્કૂલબસ સાથે પીકઅપ વાન અથડાતા 10 વિદ્યાર્થીઓ ઘવાયા

0
Social Share

સુરેન્દ્રનગર, 23 જુન, 2026 : 10 students injured after pickup van collides with school bus  જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક હાઈવે પર એક સ્કૂલ બસ અને પીકઅપ બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂલ બસમાં સવાર 10થી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ધ્રાંગધ્રાના સોલડી ગામ નજીક હાઈવે પર સ્કૂલબસની પાછળ બોલેરો પીકઅપવાન ધડાકા સાથે અથડાતા સ્કૂલબસમાં પ્રવાસ કરી રહેલા 10 વિદ્યાર્થીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસ દોડી આવી હતી, અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓના નિવેદન નોંધ્યા હતા.

ધ્રાંગધ્રા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક વિદ્યાર્થીને હોઠના ભાગે ટાંકા આવ્યા હતા, પરંતુ સદનસીબે કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી. સારવાર બાદ મોટાભાગના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. સ્કૂલ બસ કોઈ વિદ્યાર્થીને લેવા કે ઉતારવા માટે ધીમી પડી હતી. તે સમયે પાછળથી આવતી પીકઅપ ગાડી ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી. સામેથી ટ્રક આવતા પીકઅપ ગાડીના ચાલકે સાઈડમાં લેવાનો પ્રયાસ કરતા તે સ્કૂલ બસના પડખા સાથે અથડાઈ હતી.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કૂલ બસના એક ભાગને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. અકસ્માત બાદ સ્કૂલ બસને ઘટનાસ્થળેથી હટાવી દેવામાં આવી હતી. વાલીઓ અને સ્કૂલ દ્વારા હાલ કોઈ ફરિયાદ કે કાર્યવાહી ન કરવાનું જણાવતા પોલીસે નિવેદનોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code