Homeગુજરાતીગુજરાતવડોદરામાં એરફોર્સ સ્ટેશન રોડ પર ટ્રકચાલકે રાહદારી યુવતીને અડફેટે લીધી

વડોદરામાં એરફોર્સ સ્ટેશન રોડ પર ટ્રકચાલકે રાહદારી યુવતીને અડફેટે લીધી

વડોદરા, 16 ઓગસ્ટ, 2026 : A truck struck a young woman pedestrian on Air Force Station Road  શહેરના મકરપુરા એરફોર્સ સ્ટેશન તરફ જતા રોડ પર શનિવારે સાંજના સમયે ટ્રકે રાહદારી યુવતીને અડફેટે લેતા યુવતીને ગંભીર ઈજા થઈ હતી. આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરી હતી. પોલીસે ટ્રકચાલકની અટકાયત કરી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના મકરપુરા એરફોર્સ સ્ટેશન તરફ જતા રોડ મુખ્ય માર્ગ પર 15 ઓગસ્ટે સાંજના સમયે કટ પાસેથી વળાંક લઈ રહેલા ટ્રક ચાલકે ચાલીને જઈ રહેલી યુવતીને અડફેટે લીધી હતી.. ટ્રકનું આગળ-પાછળનું ટાયર ફરી વળતાં સેજલ બારિયા નામની યુવતીને ગંભીર ઈજા થઈ હતી. આ બનાવની આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ 108 એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતા એક વ્યક્તિએ ખાનગી કારમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતા ચાલકો સામે રોષ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે CCTV સહિતના પુરાવાના આધારે અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. આ યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત લેખો

Most Popular