Homeગુજરાતીગુજરાતસાન ફ્રાંન્સીસ્કોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી સમુદાયો સાથે કર્યો સંવાદ

સાન ફ્રાંન્સીસ્કોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી સમુદાયો સાથે કર્યો સંવાદ

ગાંધીનગર, 17 ઓગસ્ટ, 2026 :   CM Bhupendra Patel interacted with Gujarati communities in San Francisco. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે યુ.એસ.ના સાન ફ્રાંન્સીસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના યુ,એસ. પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.

આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ-2027માં યુ.એસ. કેનેડાના ઉદ્યોગ-રોકાણકારોને સહભાગી થવા અને ગુજરાતમાં નિવેશ-ઉદ્યોગ સંસ્થાપન માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે યુ.એસ. અને કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સાન ફ્રાંન્સીસ્કોમાં વસતા ગુજરાતી સમુદાયો સાથે બેઠક યોજીને ગુજરાતની પ્રભાવક વૈશ્વિક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતી.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે જે વિકાસની ગતિ દેશને આપી છે તેમાં ગુજરાત દેશના સર્વગ્રાહી વિકાસથી ગ્રોથ એન્જીન તરીકે પ્રથાપિત થયું છે. એટલુ જ નહિ, વિકસિત ભારત-2047નો જે સંકલ્પ વડાપ્રધાનશ્રીએ કર્યો છે તેમાં પણ વિકસિત ગુજરાત-2047થી લીડ લેવાનો આપણો સંકલ્પ છે.

ગુજરાત સેમીકન્ડક્ટર, AI, ડેટાસેન્ટર અને બાયોટેક્નોલોજી જેવા ન્યુ એજ સેક્ટર્સમાં હબ બનીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતનો આ સંકલ્પ વિકસિત ગુજરાતથી સાકાર કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આગામી વાયબ્રન્ટ સમિટ-2027 એ માટે વધુ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે સાન ફ્રાંન્સીસ્કોના ગુજરાત સમુદાયો, ઉદ્યોગ-વેપાર અગ્રણીઓને આ સમિટમાં જોડાવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતી સમુદાયના લોકોએ પ્રશ્નોત્તરી કરીને રાજ્યના સર્વાંગી વિકાસની ગતિ અને પ્રગતિની વિગતો જાણવામાં ખૂબ જ ઉત્સુક્તા દાખવી હતી. આ અગ્રણીઓએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ ગતિ મળી છે તે માટેના સફળ પરિણામદાયી પ્રયાસોની પણ સરાહના કરી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી સમુદાયો ખાસ કરીને સિલીકોન વેલીમાં સેમિકન્ડક્ટર, AI ટેક્નોલોજી અને ઈનોવેશનના ઈમર્જીંગ સેક્ટરમાં જે નોંધપાત્ર યોગદાન આપે છે તેની પ્રસંશા કરી હતી.

તેમણે આ સંદર્ભમાં કહ્યુ કે, આવી વૈશ્વિક પ્રતિભાઓ અને તેમના વતન રાજ્ય ગુજરાતની કંપનીઓ, ઉદ્યોગો વચ્ચે એક સુદ્રઢ સેતુ ગુજરાત સરકાર બનાવવા માંગે છે. આના પરિણામે નોલેજ શેરિંગ, ટેક્નોલોજી સહયોગ અને માર્ગદર્શનની નવી વૈશ્વિક તકો રાજ્યમાં ખૂલશે અને વિકસિત ભારત-2047ના લક્ષ્યો ઝડપથી સિદ્ધ થઈ શકશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ ગુજરાતી સમુદાયો સાથે ભાવાત્મક અનુસંધાન સાધતા કહ્યુ કે, વતન રાજ્યથી હજારો કિલોમીટર દૂર વસતા હોવા છતાં પણ સાન ફ્રાંન્સીસ્કોના ગુજરાતી પરિવારોએ ગુજરાતી ભાષા, તહેવારો, ઉત્સવ અને મૂલ્યો જીવંત રાખ્યા છે તે સૌ ગુજરાતીઓનું ગૌરવ ઉજાગર કરે છે.તેમણે ઈન્વેસ્ટમેન્ટ કો-ઓપરેશન નોલેજ એન્ડ ઓપોર્ચ્યુનિટી માટે ગુજરાતી સમુદાયો સાથે મળીને ઈનોવેશન ઈકોસિસ્ટમથી શક્તિશાળી-સમૃદ્ધ ગુજરાતના નિર્માણની અપેક્ષા વ્યક્ત કરી હતી.

મુખ્ય સચિવ  એમ.કે.દાસ અને ગુજરાત ડેલીગેશનમાં જોડાયેલા વરિષ્ઠ સચિવો તથા પ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં ગુજરાતી ડાયસ્પોરા આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.

સંબંધિત લેખો

Most Popular