ગાંધીનગર, 17 સપ્ટેમ્બર, 2026 : More than 88 lakh diyas will be lit in Gujarat today on Prime Minister Modi’s birthday વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે ૧૭ સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે. રાજ્યભરમાં ૧૮,૫૦૦થી વધુ સ્થાનિક સ્થળોએ ૮૮ લાખથી વધુ દીવડાઓ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાશે.
વડાપ્રધાનની જન્મદિન નિમિત્તે આજે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. રાજ્યમાં અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ 88 લાખથી વધુ દીવડા પ્રગટાવીને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાથના કરાશે. શહેર કક્ષાના ૧૭ મુખ્ય કાર્યક્રમો યોજાશે. જેમાં ૨,૭૬,૦૦૦ લોકોની ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય કાર્યક્રમ સિવાયના અન્ય ભજન સંધ્યા વગેરે ૧૭ કાર્યક્રમો યોજાશે. જેમાં ૪,૭૫,૦૦૦ લોકોની ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત ૧૭ મહાનગરપાલિકાના ૨૮૭ વોર્ડમાં ૧૨,૪૮૧ સ્થળો ઉપર સ્થાનિક કાર્યક્રમો યોજાશે. જેમાં ૧૫,૯૫,૦૦૦ લોકોની ઉપસ્થિત રહેશે.
વડનગર અને અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના માદરે વતન વડનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. શર્મિષ્ઠા તળાવથી લઈને હાટકેશ્વર મંદિર સુધીના તમામ વિસ્તારોને રોશનીથી શણગારાયા છે. જ્યારે અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આરતી અને કાંકરિયા લેકફ્રન્ટ ખાતે 1.25 લાખ દિવડા પ્રગટાવી આશીર્વાદના દીવડાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના જન્મદિવસની આ ભવ્ય ઉજવણી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
PM નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં જન્મોત્સવનો માહોલ અત્યારથી જ જામ્યો છે. દિવાળી હજુ દૂર છે, પરંતુ વડનગરની ગલીઓમાં જાણે દિવાળી આવી ગઈ હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. શહેરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને રોશનીથી શણગારવાની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો એકત્ર થશે. આ જન્મોત્સવ નિમિત્તે શર્મિષ્ઠા તળાવ પર ભવ્ય આરતી, હાટકેશ્વર મહાદેવ મંદિરે દીપમાળા, વડનગરથી વારાણસી સુધી કળશ યાત્રા તેમજ સાંજે દીવા પ્રગટાવીને નગરજનો દ્વારા વડાપ્રધાનને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.


