Homeગુજરાતીગુજરાતગુજરાતમાં ફરીવાર વરસાદી સિસ્ટમ સક્રિય, આજથી 15મી સુધી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરીવાર વરસાદી સિસ્ટમ સક્રિય, આજથી 15મી સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2026 : Rain system active again રાજ્યમાં સરેરાશ વરસાદની ઘટ છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અપુરતા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે ફરીવાર વરસાદની સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આજે શનિવારથી 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે શનિવારે પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. જ્યારે  13મીને રવિવારે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ  ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં 15મીએ યેલો અલર્ટ છે. ત્રણ સિસ્ટમ સક્રિય છે અને રાજ્યમાં હજુ 18 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

ગુજરાતમાં ભાદરવો ભરપૂર બને એવા વરસાદના સંયોગ સર્જાયા છે. આજે 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 સપ્ટેમ્બરે અમદાવાદ, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે શનિવારે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.

હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બની રહી છે. ગુજરાતમાં આ સિસ્ટમની અસર 12 સપ્ટેમ્બરની સાંજથી શરૂ થવાની શક્યતા વ્યક્ત છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થવાની શક્યતા સેવાઈ રહી છે. 12-13 સપ્ટેમ્બરે દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular