Homeગુજરાતીગુજરાતતરણેતરનો ભાતીગળ લોકમેળો સોમવારથી યોજાશે, 2500 પોલીસનો બેદોબસ્ત

તરણેતરનો ભાતીગળ લોકમેળો સોમવારથી યોજાશે, 2500 પોલીસનો બેદોબસ્ત

સુરેન્દ્રનગર, 12 સપ્ટેમ્બર, 2026 : Tarnetar’s Bhatigal folk fair જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાનો 14મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. લોકમેળાને માણવા માટે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી  પોલીસ તંત્રએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. જેમાં આશરે 2500 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે તરણેતરની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે તરણેતર મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી.

થાનગઢ નજીક તરણેતરના લોકમેળાનો 14મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. ભાતીગળ મેળામાં વિદેશથી પર્યટકો પણ ભાગ લેવા માટે આવતા હોય છે. મેળા દરમિયાન વિવિધ ગ્રામીણ રમતોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. લોકમેળાને મહાલવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં 11 ડીવાયએસપી, 33 પીઆઈ અને 100 પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ફરજ પર રહેશે. આ ઉપરાંત, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પણ બંદોબસ્તમાં જોડાશે. પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરશે.  મેળાના પરિસરમાં ફરજિયાત CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. રાઈડ ચલાવનારાઓને પણ તેમની રાઈડ પાસે CCTV કેમેરા લગાવવાનો આદેશ અપાયો છે. સમગ્ર મેળા પર CCTV દ્વારા નજર રાખવામાં આવશે.

આ વર્ષે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના રાજકીય નેતાઓની સંભવિત હાજરીને કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરાઈ છે. આ અંગે SP પ્રેમસુખ ડેલું, લીંબડીના ડીવાયએસપી વિશાલ રબારી, ચોટીલાના ડીવાયએસપી એસ.એસ. ભાદોરીયા, LCB PI ભાવેશ સિંગરખિયા અને થાનગઢ પીઆઇ વિ.યુ.ગડરિયા સહિતના પોલીસ અધિકારીઓએ બેઠક યોજી સુરક્ષા આયોજન પર ચર્ચા કરી હતી.  મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ આવવાના હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular