Homeગુજરાતીગુજરાતઅલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ DASR મેળવવામાં થતાં વિલંબથી મુશ્કેલીમાં મુકાયો

અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ DASR મેળવવામાં થતાં વિલંબથી મુશ્કેલીમાં મુકાયો

ભાવનગર, 17 સપ્ટેમ્બર, 2026 : Alang’s shipbreaking industry hit by delay in obtaining DASR દેશના સૌથી મોટા એવા અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ‘ડોક્યુમેન્ટ ઓફ ઓથોરાઇઝેશન ફોર શિપ રીસાયક્લિંગ’ (DASR) મેળવવામાં થઈ રહેલા વિલંબથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. શીપ બ્રેકિંગ ઉદ્યાગકારોએ ભારતના સક્ષમ સત્તામંડળોને આ મંજૂરી પ્રક્રિયા તાત્કાલિક ઝડપી બનાવવા રજુઆતો કરી છે. DASR વગર જહાજનો સોદો અશક્ય બની રહ્યો છે, જહાજ માલિકોમાં અસમંજસ છે, કોઈપણ જહાજને રીસાયક્લિંગ માટે લાવતા પહેલાં તેનું ‘ઇન્ટરનેશનલ રેડી ફોર રીસાયક્લિંગ સર્ટિફિકેટ’ (IRRC) ઇશ્યૂ કરવું અનિવાર્ય હોય છે, જેના માટે DASR સૌથી મહત્વનો દસ્તાવેજ છે.

વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ-સોસિયા સહિત ભારતના શિપ રીસાયક્લિંગ ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે.  શિપ રીસાયક્લિંગ યાર્ડ્સ માટે અત્યંત જરૂરી એવા ‘ડોક્યુમેન્ટ ઓફ ઓથોરાઇઝેશન ફોર શિપ રીસાયક્લિંગ’ (DASR) મેળવવામાં થઈ રહેલા વિલંબથી શિપિંગ કંપનીઓએ ચિંતા વ્યક્ત કરી છે. શીપ બ્રેકિંગ ઉદ્યોગકારોએ ભારતના સક્ષમ સત્તામંડળોને આ મંજૂરી પ્રક્રિયા તાત્કાલિક ઝડપી બનાવવા આગ્રહ કર્યો છે. અડધાથી વધુ HKC પ્રમાણિત યાર્ડ્સ મંજૂરીની રાહમાં છે.   ભારતમાં હોંગકોંગ કન્વેન્શન (HKC) હેઠળ પ્રમાણિત યાર્ડ્સની સંખ્યા 110થી વધુ હોવા છતાં, હાલ માત્ર 36 થી 40 શિપ રીસાયક્લિંગ ફેસિલિટીઝ પાસે જ માન્ય DASR ઉપલબ્ધ છે. આ સંખ્યા સક્ષમ અને પ્રમાણિત યાર્ડ્સના કુલ અડધા ભાગ કરતાં પણ ઓછી છે, જેથી કામગીરી અટકી પડી છે.

DASR વગર જહાજનો સોદો અશક્ય બની રહ્યો છે, જહાજ માલિકોમાં અસમંજસ છે, કોઈપણ જહાજને રીસાયક્લિંગ માટે લાવતા પહેલાં તેનું ‘ઇન્ટરનેશનલ રેડી ફોર રીસાયક્લિંગ સર્ટિફિકેટ’ (IRRC) ઇશ્યૂ કરવું અનિવાર્ય હોય છે, જેના માટે DASR સૌથી મહત્વનો દસ્તાવેજ છે. વૈશ્વિક જહાજ માલિકો સોદો ફાઇનલ કરતા પહેલાં યાર્ડ પાસે યોગ્ય ઓથોરાઇઝેશન છે કે નહીં તેની જ ચકાસણી કરે છે. મંજૂરી ન હોવાથી ભારતીય યાર્ડ્સ હાથમાંથી મોટો બિઝનેસ ગુમાવી રહ્યા છે.

શીપ બ્રેકિંગ ઉદ્યોગકારોના કહેવા મુજબ જહાજોની અછત વચ્ચે શિપના ભાવ અમેરિકન ડોલર 15 પ્રતિ એલડીટી વધ્યા છે, દેશમાં સ્ટીલની મજબૂત સ્થાનિક માંગ અને સામે જહાજોની ઓછી ઉપલબ્ધતાને કારણે ભારતીય રીસાયક્લર્સે જહાજો મેળવવા માટે બોલીના ભાવ 10 થી 15 યુએસ ડોલર પ્રતિ એલડીટી સુધી વધારવાની ફરજ પડી છે. જહાજના માલિકો ફેસિલિટી પસંદ કરતી વખતે DASRની માંગ કરે છે. વિલંબ ચિંતાજનક છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે જો મંજૂરી ઝડપી બને તો વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ વધુ મજબૂત થશે.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular