વડોદરા, 19 સપ્ટેમ્બર, 2026 : 75th convocation ceremony of M S University દેશમાં પ્રતિષ્ઠિત ગણાતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 75મો પદવીદાન સમારોહ આગામી તા. 23 સપ્ટેમ્બરને બુધવારના રોજ યોજાશે. યુનિવર્સિટીના આ ઐતિહાસિક સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજરી આપશે. 75માં પદવીદાન સમારોહ દરમિયાન યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી અને કોલેજોના વિદ્યાર્થીઓને કુલ 202 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 60 ગોલ્ડ મેડલ UG અને 141 ગોલ્ડ મેડલ PG કક્ષાના છે. જ્યારે કેમેસ્ટ્રી શ્રેણી હેઠળ એક ગોલ્ડ મેડલ એનાયત થશે.
વડોદરાની એમ એસ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં આગામી તા. 23મી સપ્ટેમ્બરને બુધવારના રોજ યોજાશે. પદવીદાન સમરોહ માટે યુનિવર્સિટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 75માં પદવીદાન સમારોહ દરમિયાન યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી અને કોલેજોના વિદ્યાર્થીઓને કુલ 202 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 127 વિદ્યાર્થિનીઓ અને 75 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ, કુલ ગોલ્ડ મેડલ મેળવનારાઓમાં વિદ્યાર્થિનીઓનું પ્રમાણ આશરે 63 ટકા છે. આ આંકડા ઉચ્ચ શિક્ષણ અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતાના ક્ષેત્રે વિદ્યાર્થિનીઓની નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.
યુનિવર્સિટીના 75 Years of Legacy અને ‘75 Years of Excellence’ની યાત્રામાં આ 75મો પદવીદાન સમારોહ વિશેષ મહત્ત્વ ધરાવે છે. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.


