હિંમતનગર, 22 સપ્ટેમ્બર, 2026 : Scorpio car hits 12 pedestrians on their way to Ambaji દોલતગઢના પાટિયા નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે સ્કોર્પિયો કાર પદયાત્રિઓ પર ફરી વળી હતી. ભાદરવી પૂનમના દર્શન માટે અંબાજી ચાલીને જતા પદયાત્રિઓ પર બેફામ સ્પીડે આવેલી એક સ્કોર્પિયો કાર ફરી વળી હતી, જેમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે 12 જેટલા પદયાત્રિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બાદ અકસ્માત સર્જી ભાગવા જતા કાર ચાલકને મેથીપાક આપીને ટોળાએ રોકી કારને આગ ચાંપી દીધી હતી.
સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા દોલગઢ પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પદયાત્રીઓ ચાલીને અંબાજી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન પૂરઝડપે આવેલી એક સ્કોર્પિયોએ 10થી વધુ પદયાત્રીઓને અડફેટે લીધા હતા, જેને કારણે અફરાતફરી મચી ગઈ હતી.. કાર ચાલકે પદયાત્રીઓને ટક્કર માર્યા બાદ વાહન રોકવાને બદલે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઈને રોષે ભરાયેલા સ્થાનિક લોકો અને પદયાત્રીઓએ તાત્કાલિક કારને રોકી લીધી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ સ્કોર્પિયો કારને આગ ચાંપી દીધી હતી, જેના કારણે કાર જોતજોતામાં ભડકે બળીને ખાક થઈ ગઈ હતી. આ બનાવમાં એક પદયાત્રિકનું મોત નિપજ્યુ હતું. જ્યારે 12 જેટલા પદયાત્રિકો ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોના જણાવ્યા મુજબ, ફોરલેન હાઇવે પર ભારે અને બેફામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં નિયમો નેવે મૂકીને વાહનો બેફામ દોડી રહ્યા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા (SP), ડીવાયએસપી (DySP) તેમજ ગ્રામ્ય પોલીસ, બી-ડિવિઝન પોલીસ અને એલસીબી (LCB) નો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઉપરાંત, ફાયર ટીમ પણ ત્વરિત પહોંચીને કારમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે હાલ પરિસ્થિતિ પર કાબૂ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અને જોખમનો સામનો કરી રહ્યા છે.


