Homeગુજરાતીગુજરાતભિલોડો-ઈડર રોડ પર મલાસા પાટિયા નજીક કારની અડફેટે પતિ-પત્નીના મોત

ભિલોડો-ઈડર રોડ પર મલાસા પાટિયા નજીક કારની અડફેટે પતિ-પત્નીના મોત

ભિલોડા, 23 સપ્ટેમ્બર,2026 : Couple dies after being hit by car રાજ્યમાં હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અરવલ્લી જિલ્લામાં સર્જાયો હતો. જિલ્લાના ભિલોડા-ઇડર રોડ પર મલાસા પાટિયા નજીક એસટી બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરી રહેલા મઉ ગામના પતિ-પત્નીને પૂરઝડપે આવેલી કારે અડફેટે લેતા દંપત્તીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અરવલ્લીના ભિલોડા-ઇડર રોડ પર મલાસા પાટિયા નજીક એસટી બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરી રહેલા મઉ ગામના પતિ-પત્નીને પૂરઝડપે આવેલી કારે અડફેટે લેતા દંપત્તીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ.  પૂરફાટ ઝડપે કારનું ટાયર ફાટતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને રોડ ક્રોસ કરી રહેતા દંપત્તીને અડફેટે લીધુ હતુ.  અકસ્માત એટલો ગંભીર હતો કે પતિ-પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મૃતકોના મૃતદેહોને જરૂરી કાર્યવાહી માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. કારનું ટાયર ફાટવાના કારણે અકસ્માત સર્જાયો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટતા થશે.

આ અકસ્માક અંગે ડી.વાય.એસ.પી. જે.ડી. વાઘેલાના જણાવ્યા મુજબ, RJ 12 CC 0324 નંબરની કારના ચાલક દેવીલાલ ખીમજીભાઈએ ટક્કર મારતા દંપતીનું ઘટનાસ્થળે મોત થયું હતું. બનાવ અંગે ફરિયાદી મહેશકુમાર મગનભાઈ પરમારની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાર ચાલક દેવીલાલ ખીમજીભાઈ સહિત અન્ય એક વ્યક્તિને અટકાયતમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular