Homeગુજરાતીગુજરાતએકતાનગરમાં સરદારની 151મી જન્મ જ્યંતિએ રાષ્ટ્રીય એકતા પરેડમાં PM મોદી ઉપસ્થિતિ રહેશે

એકતાનગરમાં સરદારની 151મી જન્મ જ્યંતિએ રાષ્ટ્રીય એકતા પરેડમાં PM મોદી ઉપસ્થિતિ રહેશે

ગાંધીનગર, 30 સપ્ટેમ્બર, 2026 : National Unity Parade on Sardar’s 151st birth anniversary in Ektanagar ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક તથા આધુનિક ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી  નિમિત્તે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એકતાનગર (સ્ટેચ્યુ ઓફ યુનિટી) ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવશે.

આ વર્ષે રાષ્ટ્રીય એકતા પરેડને વિશાળ ફલક પર આયોજિત કરવામાં આવી રહી છે. પરેડમાં દેશભરના પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો, વિવિધ રાજ્યોના પોલીસ દળો, કલાકારો તથા વિવિધ બેન્ડ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે. પરેડના માધ્યમથી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોકકલા, પરંપરા અને રાષ્ટ્રીય એકતાના વૈવિધ્યસભર રંગોનું ભવ્ય નિદર્શન કરવામાં આવશે.

આ વર્ષની રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને વધુ ભવ્ય, આકર્ષક અને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણી દરમિયાન ભારતની એકતા, શક્તિ, અખંડિતતા અને વિવિધતામાં એકતાની ભાવનાનું ભવ્ય પ્રદર્શન જોવા મળશે.

રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬ની ઉજવણીને જનભાગીદારી સાથે જોડવાના ઉદ્દેશ્યથી ગત વર્ષની જેમ આ વર્ષે નાગરિકોને પણ રાષ્ટ્રીય એકતા પરેડમાં ઉપસ્થિત રહીને આ ભવ્ય રાષ્ટ્રીય પર્વના સાક્ષી બનવાની અનમોલ તક મળી છે.  આ માટે વિશેષ વેબસાઈટ www.rashtriyaektadiwas.com લોન્ચ કરવામાં આવી છે.

નાગરિકો વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી જરૂરી માહિતી તથા દસ્તાવેજો અપલોડ કરી શકશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓથોરિટી દ્વારા નોંધાયેલા ઈ-મેઈલ સરનામે કન્ફર્મેશન/એન્ટ્રી પાસ મોકલવામાં આવશે.રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં નાગરિકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને નોંધણી ‘વહેલા તે પહેલાં’ના ધોરણે કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular