Homeગુજરાતીગુજરાતગુજરાત પોષણ માહ દરમિયાન 2.43 કરોડથી વધુ પ્રવૃત્તિઓ સાથે દેશમાં અગ્રેસર

ગુજરાત પોષણ માહ દરમિયાન 2.43 કરોડથી વધુ પ્રવૃત્તિઓ સાથે દેશમાં અગ્રેસર

ગાંધીનગર, 30 સપ્ટેમ્બર, 2026 :  Gujarat leads the country with over 2.43 crore activities during Poshan Maah ગુજરાત સરકાર દ્વારા “આપણી આંગણવાડી, આપણી જવાબદારી”ની ભાવના સાથે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં ‘પોષણ માહ-૨૦૨૬’ની વ્યાપક ઉજવણી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉજવણીનો રાજ્યવ્યાપી શુભારંભ મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા કરાવવામાં આવ્યો હતો.

પોષણને એક સફળ જનઆંદોલન બનાવવાના ઉદ્દેશ્યથી વિવિધ સંલગ્ન વિભાગો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, આંગણવાડી કાર્યકરો, આરોગ્યકર્મીઓ, સ્વસહાય જૂથો, માતા-પિતા અને સમગ્ર સમાજની સક્રિય ભાગીદારીથી વિવિધ બહુભાગીદારી આધારિત પ્રવૃત્તિઓ આ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.

ગત તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં ગુજરાતે કુલ ૨.૪૩ કરોડથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ નોંધાવીને સમગ્ર દેશમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૫૬.૧૩ લાખ પ્રવૃત્તિઓ તથા અન્ય સંલગ્ન વિભાગો દ્વારા ૧.૮૭ કરોડ જેટલી પ્રવૃત્તિઓ સંપન્ન કરવામાં આવી છે.

આ પ્રવૃત્તિઓમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ પ્રભાગ, ગ્રામ વિકાસ વિભાગ, પંચાયત વિભાગ અને શિક્ષણ વિભાગ સૌથી વધુ યોગદાન આપનારા ટોચના પાંચ વિભાગો રહ્યા છે.

આ ઉપરાંત, જિલ્લાવાર પ્રવૃત્તિઓમાં મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા રાજ્યમાં અગ્રણી જિલ્લાઓ બન્યા છે. જ્યારે વલસાડ જિલ્લામાં કલેક્ટરશ્રી દ્વારા વિશાળ પોષણ જાગૃતિ રેલીને પ્રસ્થાન પણ કરાવાયું હતું. પોષણ માહ દરમિયાન આહારની વિવિધતા અને પ્રોટીનયુક્ત ખોરાકના સેવન અંગે વિશેષ જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેમાં સ્થાનિક પૌષ્ટિક ખાદ્યપદાર્થો, મિલેટ્સ (શ્રીઅન્ન), કઠોળ, લીલા શાકભાજી, ફળો, દૂધ અને બદામ-બીજના મહત્વ પર ભાર મુકાઈ રહ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular