Homeગુજરાતીગુજરાતગાંધીનગરમાં CRPF 70 જવાનો તાવમાં સપડાયા, 14ને ડેન્ગ્યુ, 34ને હોસ્પિટલ ખસેડાયા

ગાંધીનગરમાં CRPF 70 જવાનો તાવમાં સપડાયા, 14ને ડેન્ગ્યુ, 34ને હોસ્પિટલ ખસેડાયા

ગાંધીનગર, 3 ઓક્ટોબર, 2026 : 70 CRPF jawans suffer from fever, 14 have dengue, પાટનગર ગાંધીનગરના CRPFના કેમ્પસમાં જવાનો રોગચાળામાં સપડાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબરે યોજાનારી એકતા પરેડની તૈયારીઓ કરી રહેલા CRPFના જવાનો પૈકી 70થી વધુ જવાનો વાયરલ તાવના વાવરમાં સપડાયા છે. તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ત્વરિત સારવાર આપવામાં આવી છે. જેમાં 34 જેટલા જવાનોની તબિયત વધુ લથડતાં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દાખલ કરાયેલા દર્દીઓ પૈકી 14 જવાનોના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આગામી 31 ઓક્ટોબરે એકતા પરેડ યોજાશે. પરેડની પ્રેક્ટિસ માટે દેશના વિવિધ રાજ્યોમાંથી ગાંધીનગર આવેલા કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનો પૈકી 70થી વધુ જવાનો છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન તાવ અને શરીરના દુખાવા સહિતની તકલીફ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સારવાર માટે પહોંચ્યા હતા. તેમાંથી 34 જેટલા જવાનોની તબિયત વધુ લથડતાં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દાખલ કરાયેલા દર્દીઓ પૈકી 14 જવાનોના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા માટે દેશભરમાંથી વિવિધ કેન્દ્રીય સુરક્ષા દળો તેમજ અલગ-અલગ રાજ્યોના પોલીસ દળોના આશરે છ હજાર જવાનો અને અધિકારીઓ ગાંધીનગરમાં એકત્રિત થયા છે. આ જવાનો દ્વારા દરરોજ સવારે ગિફ્ટ સિટી ખાતે પરેડની સઘન તાલીમ અને પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. તાલીમ બાદ મોટાભાગના જવાનોને સેક્ટર-28 અને સેક્ટર-29 વિસ્તારમાં આવેલા નિર્માણાધીન સરકારી આવાસોમાં કામચલાઉ ધોરણે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન કેટલાક જવાનોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અચાનક તાવ, શરીરમાં દુખાવો અને અન્ય શારીરિક તકલીફના લક્ષણો જોવા મળ્યા હતા. શરૂઆતમાં ઓપીડીમાં સારવાર માટે આવેલા જવાનોની સંખ્યા વધતાં આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું હતું. તબિયત ગંભીર જણાતા 34 જેટલા જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પૈકી 14ના ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે અન્ય દર્દીઓના લોહીના નમૂનાના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ગાંધીનગર મ્યુનિના મેડિકલ ઓફિસર ડોક્ટર કલ્પેશ ગોસ્વામીએ કહ્યું હતું કે હાલમાં 14 જવાનોને ડેન્ગ્યુ થયેલો છે અને તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તમામની તબિયત સુધારા ઉપર જોવા મળી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular