Homeગુજરાતીગુજરાતબનાસકાંઠાના ખેડૂતોએ પોષણક્ષમ ભાવ સહિત પ્રશ્નોના ઉકેલ માટે કર્યો ચક્કાજામ

બનાસકાંઠાના ખેડૂતોએ પોષણક્ષમ ભાવ સહિત પ્રશ્નોના ઉકેલ માટે કર્યો ચક્કાજામ

પાલનપુર, 6 ઓક્ટોબર, 2026 : Farmers of Banaskantha staged a protest to resolve issues including affordable prices જિલ્લાના ખેડૂતોના સિંચાઈના પ્રશ્નો, પોષણક્ષમ ભાવ, ખેડૂતોને સંપાદનમાં વળતર સહિતના પ્રશ્નોના ઉકેલ માટે કિસાન સંઘ દ્વારા પાલનપુરના જોડનાપુરા નજીક ખેડૂતોની મહાસભા યોજાઈ હતી. અહીં ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓ અંગે ચર્ચા કરાઈ હતી. મહાસભા પછી જોડનાપુરાથી પાલનપુર કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોની રેલીને કારણે ચક્કાજામ સર્જાયો હતો. કચેરીના પ્રાંગણમાં કલેકટર આવેદન સ્વીકારવા ન આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ સામે ચાલીને આવેદન પત્ર સ્વીકારવા પહોંચ્યા હતા. જેથી મામલો થાળે પડ્યો હતો.

પાલનપુર નજીક જોડનાપુરામાં ભારતિય કિસાન સંઘના ઉપક્રમે ખેડૂતોની સભા યોજવામાં આવી હતી. ખેડૂતોના વિવિધ પ્રશ્નોની માગ સાથે સભા બાદ રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોની રેલી કલેકટર કચેરીએ પહોંચી હતી. ખેડૂતોએ કલેકટર કચેરી બહાર જાહેર રસ્તા પર ચક્કાજામ કર્યો હતા. જ્યાં સુધી કલેકટર આવેદન સ્વીકારવા નહીં આવે ત્યાં સુધી ખેડૂતો રસ્તા પર બેસી વિરોધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. એક કલાકથી વધુ સમય સુધી ખેડૂતોએ ચક્કાજામ કર્યું હતું. જેથી એસ.પી પ્રશાંત સુંબે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. SPએ આગેવાનો સાથે ચર્ચા કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ સામે ચાલીને આવેદન પત્ર સ્વીકારવા પહોંચ્યા હતા. જેથી મામલો થાળે પડ્યો હતો.

 કિસાન સંઘ પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું હતું કે, કિસાન સંઘની કોઈ જીદ હોતી નથી પરંતુ એમનું વર્તન એવું હતું જે માટે ખેડૂતોએ ચક્કજામ કર્યું હતું. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખુબ ઓછો છે, તેના સાચા આંકડા સરકારમાં રજૂ કરી બનાસકાંઠાના ખેડૂતોની વ્હારે આવવા કલેક્ટરને વિનંતી કરી રજૂઆત કરી છે. આ તો ટ્રેલર છે, પિક્ચર હજું બાકી છે. જો ન્યાય નહીં મળે તો હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું. આ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન હતું, આવનારા દિવસોમાં જો નહીં માને તો સરદારના માર્ગે પણ જતા આવડે છે.

કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે,  બનાસકાંઠા જિલ્લામાં કિસાન સંઘ દ્વારા ખેડૂતોના જે મુદાઓ છે, તે અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આગામી સમયમાં જે મુદ્દાઓ છે જેનું જિલ્લા સ્તરે સમાધાન કરવામાં આવશે અને જે નીતિ વિષયક નિર્ણયો છે તે રાજ્ય સરકારને સત્વરે મોકલી આપવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular