Homeગુજરાતીગુજરાતદવાના ગેરકાયદે વેચાણ સામે FDCAની કડક કાર્યવાહી, 42.6 લાખનો દવાનો જથ્થો જપ્ત

દવાના ગેરકાયદે વેચાણ સામે FDCAની કડક કાર્યવાહી, 42.6 લાખનો દવાનો જથ્થો જપ્ત

ગાંધીનગર, 9 ઓક્ટોબર, 2026 : FDCA takes strict action against illegal sale of medicines રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગને અટકાવવા તથા નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાની સૂચના અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)ના કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા અને સુરત જિલ્લામાં ગેરકાયદેસર દવાઓના સંગ્રહ અને વેચાણ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહીમાં કરજણ અને સુરત ખાતે કુલ ચાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તથા અંદાજિત રૂ. ૪૨.૬ લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

કરજણમાં કોડીનયુક્ત કફ સિરપ અને ટ્રામાડોલનો જથ્થો જપ્ત

મહારાષ્ટ્ર NCB તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે FDCA તથા સંબંધિત તંત્ર દ્વારા વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી મેસર્સ ચામુંડા ફાર્મા પર સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન NDPS Act હેઠળ આવતી ‘ANREX (Codeine)’ કફ સિરપની 13,938 બોટલો, જેની અંદાજિત કિંમત રૂ. 27.80 લાખ છે, તેમજ ‘TRAMADOL’ની 12,240 ટેબ્લેટ્સ, જેની અંદાજિત કિંમત આશરે રૂ. 50 હજાર છે, મળી આવી હતી.

 મેડિકલ સ્ટોર્સ’ સામે પણ કડક કાર્યવાહી

ચામુંડા ફાર્મા સાથે સંકળાયેલી કરજણ સ્થિત મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સ ખાતે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન NDPS ઘટક ધરાવતી ‘LOMOTIL’ ટેબ્લેટ્સનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી તેમજ દવાઓના સંગ્રહ માટે જરૂરી નિયત તાપમાન જાળવતું ફ્રિજ બંધ હાલતમાં હોવા જેવી ગંભીર ક્ષતિઓ પણ સામે આવી હતી. આ ઉલ્લંઘનો બદલ પેઢીને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી અને તેના છૂટક દવાના વેચાણના પરવાના તા. 5 ઓક્ટોબર, 2026થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.

ઓનલાઇન દવાના વેચાણ સામે કાર્યવાહી

ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે Sildenafil Citrate જેવી દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે પણ કડક કાર્યવાહી કરવા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સૂચના આપી હતી. આ અંતર્ગત તા. 1 ઓક્ટોબર, 2026ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મેસર્સ ડર્મેટીક્સ ઇન્ડિયા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં પેઢી પાસે કોઈ માન્ય ડ્રગ લાઇસન્સ ન હોવા છતાં પોતાની વેબસાઇટ મારફતે દવાઓનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી Sildenafil, Minoxidil અને Ketoconazole સહિત રૂ. 11.26 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મેસર્સ ક્યારા ઇન્ટરનેશનલ ખાતે તા. 3 ઓક્ટોબર, 2026ના રોજ કરવામાં આવેલી તપાસમાં ઓનલાઇન દવાના ગેરકાયદેસર વેચાણ અંગે મહત્વપૂર્ણ વિગતો સામે આવી હતી. તપાસ દરમિયાન ‘Meesho’ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ‘Sildenafil Ayurvedic’ના નામે એલોપેથિક દવાઓના વેચાણ અંગે ડિજિટલ પુરાવા મળી આવ્યા હતા. તપાસ મુજબ, છેલ્લા એક મહિનામાં આશરે રૂ. 3.60 લાખની દવાઓનું વેચાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

આ અંગે આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાધનને નશાની લતથી બચાવવા સરકાર કટિબદ્ધ છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ હોય કે ભૌતિક દવાની દુકાન—ગેરકાયદેસર રીતે દવાઓનું વેચાણ કરનારાઓ સામે સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular