ભરૂચ, 12 ઓક્ટોબર, 2026 : The massive fire that broke out in Ankleshwar’s Noble Market જિલ્લાના અંકલેશ્વરના નોબલ માર્કેટમાં ભીષણ આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડની 6 ગાડીઓ સાથે કાફલો દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રસાયો હાથ ધર્યા હતા. જો કે આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ભારે જહેમત બાદ ફાયરના જવાનોને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
અંકલેશ્વર શહેરમાં આવેલા નોબલ માર્કેટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાયા હતા. આગની ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
અંકલેશ્વર DPMC વિભાગના ફાયર વિભાગના કહેવા મુજબ નોબલ માર્કેટમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ સાથે કાફલો દોડી ગયો હતો. ફાયર જવાનોએ પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. આગ વધુ ફેલાય નહીં અને આસપાસના વિસ્તારોને અસર ન થાય તે માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આગની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મામલતદાર સહિતની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તંત્ર દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.હાલમાં આગના કારણે થયેલા નુકસાન, આગ લાગવાનું કારણ અને અન્ય વિગતો અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.


