Homeગુજરાતીગુજરાતરાજકોટમાં રણજિત વિલાસ પેલેસમાં 200 ક્ષત્રિયાણીઓના તલવારો સાથે શૌર્ય રાસ

રાજકોટમાં રણજિત વિલાસ પેલેસમાં 200 ક્ષત્રિયાણીઓના તલવારો સાથે શૌર્ય રાસ

રાજકોટ, 14 ઓક્ટોબર, 2026 : Shaurya Raas with swords of 200 Kshatriya women at Ranjit Vilas Palace શહેરની દરેક શેરીઓમાં, સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ્સમાં નવરાત્રી ઉત્સાહથી ઊજવાય રહી છે. મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂંમી રહ્યા છે. શહેરના પેલેસ રોડ પર આવેલા રાજવી માંધાતાસિંહજીના રણજિત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિના પાવન પર્વે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અદભૂત શૌર્ય અને ખમીર સાથે તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય બહેનોએ મર્યાદા અને પરંપરાને જીવંત રાખીને ધારદાર તલવાર સાથે બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઈને સાહસિક કરતબ સાથે રાસ રમી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

શહેરના રણજીત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિય બહેનોના શૌર્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું બીજા અને ત્રીજા નોરતે એમ બે દિવસ ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક સાથે 200 જેટલી ક્ષત્રિય સમાજની બહેનોએ ભાગ લીધો હતો. ખુલ્લી જીપ અને બાઈક પર ઊભા રહીને તલવાર રાસ રમતાં ઉપસ્થિત લોકોને ઘોડેશ્વાર વિરાંગનાઓની યાદ તાજી થઈ હતી. તલવાર રાસ ઉપરાંત બહેનોએ દીવડા રાસ, થાળી રાસ અને ટીપ્પણી રાસની રમઝટ પણ બોલાવી હતી. આ અંગે મહારાણી કાદંબરીદેવીએ જણાવ્યું કે, બ્રહ્મચારિણી ભગવતી દેવીની આપણે આરાધના કરીએ છીએ અને એમને યાદ કરતાં આ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. આ કાર્યક્રમ ખાસ ભગિની સેવા ફાઉન્ડેશનની બહેનો કરી રહી છે, જેઓ બધી ક્ષત્રિય બહેનો છે. શૌર્ય રાસ-ગરબાના આયોજનની સાથે પૂરી મહેનત, પૂરી વ્યવસ્થા પણ ક્ષત્રિય બહેનો દ્વારા જ કરવામાં આવી છે.  ક્ષત્રિય બહેનોનો મુખ્ય રાસ તો તલવાર રાસ છે. આપણી જે આ દિવ્ય કળા-સંસ્કૃતિ છે તેને માન-મર્યાદા અને સન્માન મળવું જોઈએ.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular