Homeગુજરાતીગુજરાતધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન(SIR) ખાતે ચાલી રહેલી કામગીરીનું CMએ કર્યું નિરીક્ષણ

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન(SIR) ખાતે ચાલી રહેલી કામગીરીનું CMએ કર્યું નિરીક્ષણ

ગાંધીનગર,17 ઓક્ટોબર, 2026 : CM inspects ongoing work at Dholera Special Investment Region (SIR) વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી રાજ્યમાં નિર્માણ થઈ રહેલા મહત્વપુર્ણ વિકાસલક્ષી ફ્લેગશીપ પ્રોજેક્ટ્સની સાઈટ મૂલાકાત લઈને  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યુ હતુ. આ ઉપક્રમમાં તેમણે ધોલેરા SIR અને લોથલમાં નિર્માણાધિન નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની પ્રગતિ હેઠળની કામગીરી સ્થળ સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરામાં આવી રહેલા ઉદ્યોગોના કર્મચારીઓ સહિતના લોકો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ નિર્માણની સાઈટ વિઝીટ કરી હતી. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝની કામગીરીમાં ધોલેરા SIR ખાતે એક્ટિવેશન એરિયામાં નિર્માણધીન 200 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઈન્ટિગ્રેટેડ સ્કૂલ, ફાયર સ્ટેશન, 42 રૂમનું અદ્યતન ગેસ્ટ હાઉસ, 600 લોકોની ક્ષમતા ધરાવતી ફૂડ કોર્ટ, 50 ટેન્ટ ધરાવતી ટેન્ટ સિટી, હોટેલ તેમજ રહેણાંક અને વ્યાપારી પ્રોજેક્ટ્સ જેવી વિવિધ સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના નિર્માણની કામગીરી મુખ્યમંત્રીએ નિહાળી હતી. આ ઉપરાંત, વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી 53 હેક્ટર ગ્રીન સ્પેસમાં 1.11 લાખથી વધુ રોપાઓ વાવવાની કામગીરી તેમજ વૃક્ષોના ઊંચા જીવંત દર માટે અપનાવવામાં આવેલી ‘ડ્રમ પ્લાન્ટેશન’ ટેકનિકનું પણ મુખ્યમંત્રીએ મૂલ્યાંકન કર્યું હતું. પર્યાવરણ સંતુલન સાથેના ઔદ્યોગિક વિકાસની નેમ સાકાર કરતી આ કામગીરીની તેમણે સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ ધોલેરાની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ટાટા ઇલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટીની પણ પ્રત્યક્ષ રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થળ પર ચાલતા નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL)ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. કુલદીપ આર્યએ ધોલેરા SIR ના વિકાસ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. આ પ્રેઝન્ટેશનમાં ઔદ્યોગિક અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક સુવિધાઓ, કનેક્ટિવિટી અને ધોલેરા SIR ના ભાવિ વિકાસ રોડમેપની પ્રગતિ આવરી લેવામાં આવી હતી.

ધોલેરાના કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે કાર્યરત થઈ ગયો છે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાજેતરમાં કેલિબ્રેશન ફ્લાઇટનું સફળ લેન્ડિંગ થયું છે તે વર્ષ 2026 ના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે, તે ધોલેરાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. રેલ કનેક્ટિવિટી માટે 23 કિમી લાંબી ‘ભીમનાથ-ધોલેરા લોજિસ્ટિક હબ ન્યૂ લાઇન’ વિકસાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, ₹20,667 કરોડના અંદાજિત ખર્ચે 134 કિમી લાંબી ‘અમદાવાદ-ધોલેરા સેમી હાઇ-સ્પીડ ડબલ લાઇન’ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે, તે અમદાવાદ, ધોલેરા SIR, એરપોર્ટ અને લોથલ વચ્ચે હાઇ-સ્પીડ યાતાયાત સુવિધા આપશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular