HomeગુજરાતીગુજરાતSG હાઈવે પર અડાલજ નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા બે યુવતી સહિત...

SG હાઈવે પર અડાલજ નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા બે યુવતી સહિત ત્રણનાં મોત

અમદાવાદ, 21 ઓક્ટોબર, 2026 : Three including two girls die after car collides with divider near Adalaj  એસજી હાઈવે પર અડાલજ નજીક દશેરાની વહેલી પરોઢે પૂર ઝડપે વર્ના કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા ચાર યુવક-યુવતીમાંથી એક યુવક અને યુવતીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવતી અને યુવતીને સારવાર માટે કેડી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજતા મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતનો ભોગ બનેલા ચારેય યુવક-યુવતીઓ ગરબાનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, એસજી હાઈવે પર અડાલજ નજીક મહારાજા હોટેલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગરબા રમીને પરત ફરી રહેલા ચાર મિત્રો સવાર હુન્ડાઈ વરના કાર (GJ 01 KW 5647) પૂરપાટ ઝડપે રોડના ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ચારમાંથી એક યુવક અને યુવતીનું સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બીજા યુવક- યુવતીને ગંભીર હાલતમાં નજીકની કે. ડી. હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા, જ્યાં યુવતીનું પણ મોત થતાં મૃત્યુઆંક ત્રણ થયો છે. જ્યારે ચોથા યુવકની સ્થિતિ પણ ગંભીર છે. મૃતકોની ઓળખ ધ્રોલવીરસિંહ રાજપાલસિંહ રાણા (રહે. વસ્ત્રાલ, અમદાવાદ), આસ્થા સંજયરાજ રાઠોડ (મૂળ રહે. રાજકોટ. હાલ આંબાવાડી ગર્લ્સ હોસ્ટેલ, અમદાવાદ) અને વૈશ્વી શશાંકભાઇ શેઠ (રહે. બોડકદેવ, અમદાવાદ) તરીકે થઇ છે.  આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્મિત નામના યુવકને વધુ સારવાર અર્થે જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અકસ્માતને નજરે જોનારા સ્થાનિક લોકોના કહેવા મુજબ પૂર ઝડપે વર્ના કાર રોડના ડીવાઈડર સાથે ટકરાઇને ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે કારના આગળના ભાગના ફૂરચા ઊડી ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા ચારેય યુવક-યુવતીને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. અકસ્માતને પગલે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાદમાં ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત કારને રસ્તા પરથી હટાવી વાહનવ્યવાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.

આ અકસ્માતના બનાવમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન આસ્થા નામની 25 વર્ષીય યુવતીનું મોત થયું હતું. આસ્થા મૂળ રાજકોટની રહેવાસી હતી અને અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને MBBSના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા અન્ય બે લોકોની ઓળખ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલા યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular