Homeગુજરાતીગુજરાતસુરતમાં તાપી નદીમાં જળકુંભીનો ઉપદ્રવ, કોઝવે પર લીલ, શેવાળને લીધે પાણી બન્યુ...

સુરતમાં તાપી નદીમાં જળકુંભીનો ઉપદ્રવ, કોઝવે પર લીલ, શેવાળને લીધે પાણી બન્યુ દૂષિત

સુરત, 25 ઓક્ટોબર, 2026 : Water lily infestation in Tapi river શહેરની જીવાદોરી ગણાતી તાપી નદીમાં જળકૂંભીને લીધે નદીનું પાણી દૂષિત થઈ રહ્યું છે. તેમજ જળકુંભીને લીધે કોઝવેમાં લીલ, શેવાળ તેમજ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત થઈ રહ્યો છે. ભારે ગરમી વચ્ચે કચરો સડવાને કારણે પાણીમાંથી દુર્ગંધ પણ આવી રહી છે. શહેરના લાખો નાગરિકો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત આ કોઝવે જ છે. જો તંત્ર દ્વારા સમયસર જળકુંભી હટાવવાની કામગીરી નહીં થાય અને પ્રદૂષણ રોકવામાં નહીં આવે, તો આગામી માર્ચ-એપ્રિલના આકરા ઉનાળામાં શહેર પર વીજસંકટની જેમ જ જળસંકટ સર્જાવાની પૂરી શક્યતા છે.

સુરત તાપી નદી પરના સિંગણપોર સ્થિત વિયર કમ કોઝવેના જળાશયમાં મોટા પ્રમાણમાં જળકુંભીનો જમાવડો થવા લાગ્યો છે. સામાન્ય રીતે તાપી નદીમાં માર્ચ કે એપ્રિલ મહિના દરમિયાન જળકુંભી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે દિવાળી પહેલાં ઑક્ટોબર મહિનામાં જ કોઝવે ખાતે જળકુંભી અને કચરાનો મોટો જથ્થો જમા થઈ ચૂક્યો છે. નદીમાંથી કચરો અને જળકુંભી દૂર કરવા માટે વપરાતું ડિવીડર મશીન હાલ યોગ્ય રીતે ચલાવવામાં આવી રહ્યું નથી. મ્યુનિના તંત્રની આ લાપરવાહીના લીધે સમસ્યા વધુ વિકટ બની રહી છે અને કોઝવેમાં લીલ, શેવાળ તેમજ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત થઈ રહ્યો છે.

શહેરના નાગરિકાના કહેવા મુજબ તાપી નદી પરના કોઝવેના જળાશયમાં પ્રદૂષિત પાણી અને કચરો જમા થવાના કારણે પાણી પીળું પડી રહ્યું છે. ઉપરાંત, ભારે ગરમી વચ્ચે કચરો સડવાને કારણે પાણીમાંથી દુર્ગંધ પણ આવી રહી છે. શહેરના લાખો નાગરિકો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત આ કોઝવે જ છે. જો તંત્ર દ્વારા સમયસર જળકુંભી હટાવવાની કામગીરી નહીં થાય અને પ્રદૂષણ રોકવામાં નહીં આવે, તો આગામી માર્ચ-એપ્રિલના આકરા ઉનાળામાં શહેર પર વીજસંકટની જેમ જ જળસંકટ સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular