Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં લારીઓમાં ફટાકડા વેચાણ મુદ્દે પોલીસ અને ફાયર વિભાગ વચ્ચે વિરોધી નીતિ

અમદાવાદમાં લારીઓમાં ફટાકડા વેચાણ મુદ્દે પોલીસ અને ફાયર વિભાગ વચ્ચે વિરોધી નીતિ

અમદાવાદ, 29 ઓક્ટોબર, 2026 : conflicting policies between police and fire department over sale of crackers in lorries શહેરમાં દિવીળીના તહેવારો પહેલા જ ફટાકડાના વેચાણ માટે ઠેર ઠેર સ્ટોલ અને લારીઓ ગોઠવાઈ જતી હોય છે. આ વખતે ફટાકડાના વેચાણ માટે લાયસન્સ આપવા માટે ફાયર વિભાગ અને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ફટાકડાના વેચાણ માટે કાપડના મંડપ અથવા સ્ટોલ ઊભા કરવા માટે ફાયર વિભાગ દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવતી નથી. જો હંગામી ધોરણે ફટાકડાનો સ્ટોલ ઉભો કરવો હોય તો પતરાના શેડ અને ફાયર સેફ્ટીના સાધનો વસાવીને ફાયર વિભાગ પાસે NOC મેળવવાની રહેશે, આ ઉપરાંત રોડ ઉપર લારીઓમાં ફટાકડાના વેચાણને લઈને પોલીસ દ્વારા હંગામી લાઇસન્સ આપવા માટે જણાવાયું છે, પરંતુ ફાયર વિભાગ તરફથી રોડ પર લારીઓમાં ફટાકડાનું વેચાણ કરનારાઓને કોઈ મંજૂરી આપવામાં આવતી નથી, જેથી આ બાબતે પોલીસ અને ફાયર વિભાગ વચ્ચે વિરોધાભાસી નીતિ જોવા મળી રહી છે.

શહેરમાં દિવાળી પહેલા જ  જાહેર રોડ ઉપર જે લારીઓમાં તેમજ  કાચા મંડપમાં ફટાકડાનું વેચાણ થાય છે તેને હટાવવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર વિભાગ) દ્વારા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ છે, જેથી દિવાળીના દિવસો દરમિયાન ફાયરની ટીમ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવશે. પોલીસ વિભાગના લાયસન્સ બ્રાન્ચ તરફથી શહેરમાં કાયમી ધોરણે ફટાકડા વેચાણ કરતા 145 દુકાનદારો પૈકી નિયમોનું ઉલ્લંઘન કરનારા 9 એકમોના લાયસન્સ રદ કરી 7 મૌકૂફ કરાયા છે. જ્યારે નિર્ધારિત બાંધકામના નિયમો ન જાળવનારા 17 વેપારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તહેવારો દરમિયાન હંગામી ધોરણે સ્ટોલ કે વેચાણ માટે અત્યાર સુધીમાં મળેલી 96 અરજીઓ પૈકી યોગ્ય અભિપ્રાય ધરાવતી 14 અરજીઓને તાકીદે મંજૂરી આપી દેવામાં આવી છે.

પોલીસના લાયસન્સ બ્રાન્ચના સૂત્રોએ જણાવાયું હતું કે, શહેરના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં તાજેતરમાં બનેલી દુર્ઘટના બાદ રામોલ વિસ્તારમાં 6 જેટલા એકમોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ 6 પૈકી 4 એકમોના લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવાયા છે અને 2 એકમોના પરવાના મોકૂફ કરાયા છે. શહેરમાં ફટાકડા ઉત્પાદન કરવાની એક પણ મંજૂરી અસ્તિત્વમાં નથી. શહેરમાં કુલ 145 કાયમી વેચાણ પરવાનામાંથી 105 લાયસન્સ રિન્યૂ કરાયા છે, જ્યારે 9 લાયસન્સ રદ અને 7 મૌકૂફ રખાયા છે. બાકી રહેલા 24 પૈકી ફાયર બ્રિગેડ સહિતની વિવિધ એજન્સીઓના અભિપ્રાય હેઠળ 7 પરવાનાની પ્રક્રિયા ચાલુ છે, જ્યારે નિયમ અનુસારનું બાંધકામ ન હોવાનું સામે આવતાં 17 દુકાનદારોને લાયસન્સ રદ કરવા અંગે નોટિસ અપાઈ છે. જ્યારે 30 દિવસની મુદત માટે અપાતા હંગામી લાયસન્સ માટે અત્યાર સુધીમાં 96 અરજીઓ આવી છે, જેમાંથી સંબંધિત પોલીસ મથકોના હકારાત્મક અભિપ્રાય આવતાં 14 લાયસન્સ મંજૂર કરાયા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular