ગાંધીનગર, 5 નવેમ્બર, 2026 : Startup ecosystem is very important to make India a developed nation ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા ‘ગ્રોથ ફંડ’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ ઇનોવેશનના વ્યાપારીકરણને વેગ આપવાનો અને વડાપ્રધાનના ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત-૨૦૪૭’ના વિઝનમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત યોગદાન આપવાનો છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર દ્વારા’ગુજરાત ઇનોવેશન એન્ડ ટેક્નોપ્રે્યોરશિપ (GInTech) કોન્ક્લેવ ૨૦૨૬’નું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ગ્રોથ ફંડનું લોન્ચિંગ કરવામાં આવ્યું. જેના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં TRL-4 સુધીના પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટ-અપ્સને પૂર્ફ-ઓફ-કોન્સેપ્ટ, ટેક્નોલોજી વેલિડેશન, વિવિધ ટ્રાયલ્સ અને સંબંધિત વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે રૂ. ૩૦ લાખ સુધીની ગ્રાન્ટ સહાય પ્રાપ્ત કરવા પાત્રતા રહેશે. તે જ રીતે, TRL-5 અને તેનાથી આગળના અદ્યતન તબક્કાના સ્ટાર્ટ-અપ્સને પાઇલટ મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન, પિવોટિંગ તથા બજારમુખી વિકાસ સંબંધિત જરૂરિયાતો માટે પ્રતિ સ્ટાર્ટ-અપ રૂ. ૨ કરોડ સુધીની ઇક્વિટી-લિંક્ડ કન્વર્ટિબલ ફંડિંગ સહાય મેળવવાની પાત્રતા રહેશે.
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્યું હતું કે આજે દેશભરમાં આશરે ૨,૬૦,૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ રજિસ્ટર્ડ થયા છે, જેમાંથી એકલા ગુજરાતમાં જ ૧૮,૦૦૦ થી ૨૦,૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ સક્રિય છે. આ સાબિત કરે છે કે ગુજરાત આજે દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં અગ્રેસર સ્થાન ધરાવે છે. વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે આ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અત્યંત મહત્વપૂર્ણ છે.
તેમણે કહ્યું કે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં યુવાનો આગળ વધી પોતાના આઈડિયાને પ્રોડક્શન લાઇન સુધી લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નીતિઓ પણ બનાવવામાં આવી છે. અગાઉના સમયમાં જ્યાં યુવાનો માત્ર સર્ટિફિકેટ મેળવીને સરકારી કે કોર્પોરેટ નોકરીની અપેક્ષા રાખતા હતા, તેની જગ્યાએ આજે યુવાઓની માનસિકતા બદલાઈ છે અને તેઓ નોકરી મેળવવાના બદલે પોતાના આઈડિયાઝ થકી સ્ટાર્ટઅપ શરૂ કરી અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે.
આજે લોન્ચ કરેલી યોજના દ્વારા ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સને તેમના નવાચારને પ્રયોગશાળાથી બજાર સુધી પહોંચાડવામાં જરૂરી નાણાકીય સહાય અને વૃદ્ધિ માટેની મજબૂત તક ઉપલબ્ધ થશે તેમ મંત્રીએ કહ્યું હતું.
તેમણે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ પ્લેટફોર્મમાં ગુજરાતના સફળ પ્રદર્શન, કેટલાક શ્રેષ્ઠ ઇનોવેશન અને વૈશ્વિક સ્તરે સંરેખિત નવીનતાઓને અનુવાદિત કરવામાં ગુજરાતની આગામી યોજનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે તમામ હિસ્સેદારોને નીતિઓ, શ્રેષ્ઠ વૈજ્ઞાનિક માળાગત સુવિધાઓ અને ટેક્નોલોજી કેન્દ્રિત વ્યૂહાત્મક પ્લેટફોર્મનો લાભ લેવા આમંત્રણ આપ્યું. આ કેન્દ્રિત અભિગમને કારણે સ્ટ્રેટેજિક વૈશ્વિક ભાગીદારીઓ સફળ બની શકી છે અને સ્ટાર્ટ અપ સેક્ટરને વેગ મળશે.


