Homeગુજરાતીગુજરાતભાવનગરમાં નારી ચોકડીથી વરતેજ અને કૂંભારવાડા ફાટક પર બનશે બે નવા ઓવરબ્રિજ

ભાવનગરમાં નારી ચોકડીથી વરતેજ અને કૂંભારવાડા ફાટક પર બનશે બે નવા ઓવરબ્રિજ

ભાવનગર, 8 નવેમ્બર, 2026 : Two new overbridges will be built from Nari Chokdi to Vartej and Kumbharwada Phatak શહેરમાં પણ આધુનિક રસ્તાઓ અને ઓવરબ્રિજના નિર્માણ દ્વારા ટ્રાફિકમુક્ત અને સુગમ વાહનવ્યવહારની નવી દિશા કંડારાઈ રહી છે. આ વિકાસયાત્રાને વધુ બળ આપતાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ ભાવનગરમાં વાહનવ્યવહારને અત્યંત સુગમ અને કાયમી ધોરણે ટ્રાફિકમુક્ત બનાવવા માટે કરોડોના ખર્ચે આકાર પામનારા બે મહત્વકાંક્ષી ઓવરબ્રિજ પ્રોજેક્ટ્સની વિગતો જાહેર કરી છે. જેમાં નારી ચોકડીથી વરતેજ સુધી રૂ. ૬૫૦ કરોડનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેગા ઓવરબ્રિજ બનાવાશે. તેમજ કુંભારવાડા ફાટક ખાતે પણ ઓવરબ્રિજ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

 મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરના પ્રવેશદ્વાર સમાન નારી ચોકડીથી શરૂ થઈને સીધા વરતેજ સુધી નીકળતો ભાવનગરનો સૌથી મોટો અને આધુનિક મેગા ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિશાળ ઓવરબ્રિજના નિર્માણ માટે અંદાજે રૂ. ૬૫૦ કરોડના ખર્ચે ઓનલાઈન ટેન્ડર ફ્લોટ કરી દેવામાં આવ્યું છે.

આ મહત્વકાંક્ષી પ્રકલ્પમાં નેશનલ હાઈવે ઓથોરિટી, રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ તથા ભાવનગર મહાનગરપાલિકા સંયુક્ત રીતે સહયોગ કરશે. અગાઉ પૂર્ણ થયેલા બ્રિજનો લાભ હાલ લાખો વાહનચાલકો મેળવી રહ્યા છે, ત્યારે આ નવો ફ્લાયઓવર તૈયાર થતાં જ નારી ચોકડી અને વરતેજ તરફના જટિલ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

આ ઉપરાંત ભાવનગરના ઔદ્યોગિક અને શ્રમજીવી વિસ્તાર ગણાતા કુંભારવાડા ખાતે રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો તેમજ નાના-મોટા ઉદ્યોગકારો અને વેપારીઓની માંગણીનો ઉકેલ આવ્યો છે. ભાવનગરમાં ટ્રેન વ્યવહાર શરૂ થયો ત્યારથી જ કુંભારવાડા ફાટક ખાતે લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. અગાઉ અંડરપાસ બનાવવામાં આવ્યો હોવા છતાં ટ્રાફિકની જટિલ સમસ્યા યથાવત રહી હતી.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દેશવ્યાપી ‘ફાટક મુક્ત ભારત’ અભિયાન હેઠળ રાજ્ય સરકાર અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કુંભારવાડા ફાટક પર નવો ઓવરબ્રિજ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

આ પ્રોજેક્ટ સંદર્ભે મંત્રી  વાઘાણીએ ભાવનગર મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા અને મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઈને નિર્ણયને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વાહનચાલકોની અનુકૂળતા માટે બ્રિજ પર સરળતાથી ચડી અને ઉતરી શકાય તે રીતે બે ભાગમાં દ્વિ-માર્ગી ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.

મંત્રી  વાઘાણીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનો સ્પષ્ટ સંકલ્પ છે કે વિકાસના લાભો વિલંબ વગર પ્રજા સુધી પહોંચે. તમામ ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ થતાં જ બ્રિજ નિર્માણની કામગીરી ઝડપથી શરૂ કરી દેવામાં આવશે. આ ઓવરબ્રિજ બનવાથી કુંભારવાડા વિસ્તારના શ્રમજીવી ભાઈ-બહેનો, વેપારીઓ અને દૈનિક વાહનચાલકોના સમય અને ઇંધણ બંનેની બચત થશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img