Homeગુજરાતીગુજરાતઅમદાવાદના નિકોલમાં ફટાકડા બજારમાં આગ લાગતા 8 સ્ટોલ બળીને ખાક

અમદાવાદના નિકોલમાં ફટાકડા બજારમાં આગ લાગતા 8 સ્ટોલ બળીને ખાક

અમદાવાદ, 10 નવેમ્બર,2026 : Fire breaks out at fireworks market in Nikol શહેરના નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તા તરફ જવાના રોડ પર ફટાકડા બજારમાં નવા વર્ષની વહેલી સવારે આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. ફટાકડાના અવાજને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, અને ફાયર બ્રિગેડને જાણ કરાતા નિકોલ, નરોડા, ગોમતીપુર સહિતના ફાયર સ્ટેશનોની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર આવેલી ઉમા સ્કૂલની સામે કાચા મંડપ ઊભા કરી ફળ, ડ્રાયફ્રુટ, ચંપલ, ફૂલો અને ફટાકડા સહિતની ચીજ વસ્તુઓના સ્ટોલ આવેલા હતા. કાચા મંડપના સ્ટોલની આગળના ભાગે પણ ફટાકડાના નાના સ્ટોલ અને લારીયો ઉભી રાખવામાં આવેલી હતી. વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ ફટાકડાના એક સ્ટોલમાં આગ લાગી હતી. અને જોતજોતામાં આગ આજુબાજુના સ્ટોલમાં પ્રસરી હતી. ફટાકડાના સ્ટોલમાં આગ લાગતાની સાથે જ ફટાકડા ફૂટવા લાગ્યા હતા અને રોકેટ તેમજ સ્કાય શોટ જેવા ફટાકડા ઉડીને આખા રોડ ઉપર તેમજ સામેના ભાગે આવેલી દુકાનો સુધી પહોંચી ગયા હતા. રોડ ઉપર વહેલી સવારે પસાર થતા લોકોમાં નાસ ભાગ મચી ગઈ હતી. સ્ટોલના આગળના ભાગે પણ નાના ફટાકડાના જે સ્ટોલ લગાવેલા હતા, તેમાં આગ લાગતા વધુ ફેલાઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની નિકોલ, ગોમતીપુર અને નરોડા ફાયર સ્ટેશનની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી. ફાયરની ટીમો દ્વારા બંને તરફ પાણીનો મારો ચલાવી આગને મહામહેનતે કાબૂમાં લીધી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img