Homeગુજરાતીગુજરાતડીસાના મુડેઠા ગામે અશ્વદોડ સ્પર્ધાને નિહાળવા ગ્રામજનો ઉમટી પડ્યાં

ડીસાના મુડેઠા ગામે અશ્વદોડ સ્પર્ધાને નિહાળવા ગ્રામજનો ઉમટી પડ્યાં

ડીસા, 11 નવેમ્બર,2026 : Horse racing competition તાલુકાના મુડેઠા ગામે દર વર્ષની જેમ આ વર્ષે ભાઈબીજના દિને અશ્વદોડ યોજાતા આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અને અશ્વસવારોને ગ્રામજનોએ બીરદાવ્યા હતા. અશ્વસ્પાર્ધામાં ભાગ લેવા માટે ગામ-પરગામથી ઘણાબધા અશ્વસવારો આવ્યા હતા. આ વર્ષે મુડેઠા ગામના વડલાપુરાના રાજાણી પાર્ટીના વાલસિંહ લક્ષ્મણસિંહ રાઠોડે બખ્તર ધારણ કર્યું હતું. આ પ્રસંગે રાઠોડ દરબાર સમાજના લોકો બહેન પ્રત્યેનો પ્રેમ શૌર્યના રૂપમાં વ્યક્ત કરે છે.

બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં ભાઈબીજના દિવસે  763મી અશ્વદોડ સ્પર્ધા યોજાતા દૂરદૂરથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ સ્પર્ધામાં 300 અશ્વસવારો અને 50થી વધુ ઊંટસવારોએ ભાગ લીધો હતો. મુડેઠા ગામે વર્ષોથી અશ્વદોડ સ્પાર્ધા યોજાય છે. અશ્વદોડની પરંપરા સાથે જોડાયેલી કથા મુજબ, વર્ષો પહેલાં રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા હતા. મોગલોના આક્રમણને કારણે રજવાડાંમાં ફૂટ પડી હતી અને મોગલો પોતાનું સામ્રાજ્ય વિસ્તારતા હતા.મોગલોએ ઝાલોર પર ચઢાઈ કરી ત્યારે વિરમસિંહે પોતાની પુત્રી ચોથબાને તેમની નજરથી બચાવવા નાથ બાબજી નામના સંતને સોંપી હતી. સંત ચોથબાને લઈને ડીસા તાલુકાના પેપળુ ગામે પહોંચ્યા હતા.  ચોથબા ઉંમરલાયક થયા પછી તેમનાં લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી થયાં. ચોથબાને ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ કરે એવી માન્યતા મુજબ, નજીકના મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા તેમણે ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું. મુડેઠાના રાઠોડ પરિવારના લોકો ભાઈબીજના દિવસે આ પરંપરા આજે પણ નિભાવે છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img