Homeગુજરાતીગુજરાતરાજકોટ-મોરબી હાઈવે પર બાઈક સ્લીપ થતાં બાઈકસવાર પિતાનું મોત, પૂત્રને ઈજા

રાજકોટ-મોરબી હાઈવે પર બાઈક સ્લીપ થતાં બાઈકસવાર પિતાનું મોત, પૂત્રને ઈજા

રાજકોટ, 14 નવેમ્બર, 2026 : Biker father dies, son injured after bike slips on Rajkot-Morbi highway રાજ્યમાં અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ રાજકોટ-મોરબી હાઈવે પર સર્જાયો હતો. શહેરના મવડી વિસ્તારમાં રહેતા પિતા પુત્ર બાઈક લઈને માળિયા મીયાણા પાસે આવેલ મોટા દહિંસરા ગામે માતાજીના દર્શન કરવા જતા હતા. ત્યારે બાઈકચાલક યુવાને કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું જેમાં પિતા-પૂત્રને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં યુવકના પિતાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરના  મવડી વિસ્તારમાં રહેતા 47 વર્ષીય ભરતભાઈ વશરામભાઈ ડાંગર તથા તેમનો પુત્ર જીત ભરતભાઈ ડાંગર બન્ને બાઈક પર માળિયા મીયાણા નજીક આવેલા મોટા દહિંસરા ગામે માતાજીના મંદિરે દર્શન કરવા માટે જતા હતા ત્યારે બાઈક પુત્ર જીત ચલાવતો હતો. દરમિયાન રાજકોટ મોરબી હાઇવે કાગડદડી ગામથી આગળ ખોડીયાર આશ્રમ પાસે પહોંચતા યુવાનના આંખમાં અંધારા આવી જતા તેણે બાઈક પર કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સ્લીપ થયું હતું જેથી પિતા-પુત્ર બન્ને રોડ પર પટકાતા બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભરતભાઈનું મોત નીપજ્યું હતું. ભરતભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તહેવાર સમયે પરિવારના મોભીનું  અકસ્માતમાં મોત થતા આહિર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img