અમદાવાદ, 14 નવેમ્બર, 2026 : Special train between Ahmedabad and Chhapra પશ્વિમ રેલવે દ્વારા અમદાવાદથી બિહારના છાપરા તેમજ મધૂબની વચ્ચે ખાસ બે સ્પેશિયલ ટ્રેનો એક દિવસ માટે વિશેષ ભાડામાં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આજે 14 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદથી બિહારના છપરા વચ્ચે વિશેષ ભાડા સાથેની વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. જ્યારે આગામી 15 નવેમ્બરે વિશેષ ભાડા પર અમદાવાદ અને મધુબની વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
પશ્વિમ રેલવે દ્વારા દિવાળીના તહેવારોની સિઝનમાં પ્રવાસીઓની ભીડ અને વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે આજે 14 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદથી બિહારના છપરા વચ્ચે વિશેષ ભાડા સાથેની વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ટ્રેન નંબર: 09449 (અમદાવાદ-છપરા વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ) આજે તા. 14 નવેમ્બર 2026 (શનિવાર)ના રોજ રાત્રે 01:00 કલાકે અમદાવાદથી રવાના થશે. આ ટ્રેન બીજા દિવસે, એટલે કે રવિવારે બપોરે 14:10 કલાકે છપરા સ્ટેશન પહોંચશે. આ ટ્રેનમાં મુસાફરોની સગવડ માટે સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે. આ ટ્રેન છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગરા, ટૂંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, વારાણસી, ઔંડિહાર, ગાજીપુર સિટી અને બલિયા સ્ટેશને સ્ટોપેજ કરશે.
જ્યારે અમદાવાદ-મધુબની વન-વે સ્પેશિયલ ટ્રેન 15 નવેમ્બરે સવારે 10:10 વાગ્યે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે અને મંગળવારે રાત્રે 1.40 વાગ્યે મધુબની સ્ટેશને પહોંચશે. આ સ્પેશિયલ ટ્રેન બંને રાજ્યો વચ્ચેના આણંદ, છાયાપુરી, ગોધરા અને દાહોદ, રતલામ, ઉજ્જૈન, સીહોર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, દમોહ, કટની મુડવારા, સતના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર, હાજીપુર, મુજફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને સકરી સ્ટેશનો પર સ્ટોપેજ રહેશે.
જ્યારે સામાન્ય મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા જનરલ સેકન્ડ ક્લાસના કોચ જોડવામાં આવશે. ટિકિટોનું બુકિંગ 14 નવેમ્બરે તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઈટ પર શરૂ થશે.








