Homeગુજરાતીગુજરાતનવી શાળાઓને મંજુરીના નિયમો ફેરફાર, રમત-ગમત માટે મેદાન ન હોય તો પણ...

નવી શાળાઓને મંજુરીના નિયમો ફેરફાર, રમત-ગમત માટે મેદાન ન હોય તો પણ NOC

અમદાવાદ, 15 નવેમ્બર, 2026 : Rules for approval of new schools changed રાજ્ય સરકારે નવી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને મંજુરી માટેના નિયમો હળવા કર્યા છે. એક બાજુ સરકાર રમત-ગમતને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે બીજીબાજુ નવી શાળાઓને મંજુરીમાં શાળા પાસે રમત-ગમતનું મેદાન ન હોય તો પણ શાળાઓના ધાબાને વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ તરીકે મંજુરી અપાશે. આ ઉપરાંત 5 કિલોમીટરના અંતરમાં એક શાળા હોય તો પણ એકથી વધુ શાળાઓને મંજૂરી અપાશે. શિક્ષણ વિભાગ દ્વારા નવી શાળાઓને મંજુરી માટેના નિયમો હળવા કરાતા શાળા સંચાલકોએ વિરોધ કરીને પુનઃ વિચારણા કરવાની માગ કરી છે.

ગુજરાત સરકાર દ્વારા નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવાના નિયમમાં કેટલાક ફેરફાર કરાયા છે. જેને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અગાઉ નવી શાળાઓને મંજુરી માટેનો નિયમ એવો હતો કે, 5 કિલોમીટરના અંતરમાં એક શાળા હોય તો અન્ય શાળાને મંજૂરી આપવામાં આવતી ન હતી. જો કે તે નિયમમાં ફેરફાર કરી હવે એક વિસ્તારમાં એકથી વધુ શાળાઓને મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ મેદાન ન ધરાવતી શાળાઓ પોતાના ધાબાને વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ તરીકે વાપરી શકશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. જેથી હવે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ફેર વિચારણા કરવા માંગ કરવામાં આવી છે.

શાળા સંચાલક મંડળના કહેવા મુજબ શરકાર દ્વારા એક જ વિસ્તારમાં એકથી વધુ શાળાઓને મંજૂરી આપવાનો નિયમ કરવામાં આવતા ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ જશે તેવી દહેશત છે. તેમજ જો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે તો આર્થિક પછાત વર્ગના બાળકોને અભ્યાસ કરવું મુશ્કેલ થઈ જશે રમશે ગુજરાત અને ખેલશે ગુજરાતની વાત કરતી સરકારમાં સ્કૂલનું ધાબું પણ મેદાન ગણાશે તેવું નક્કી કરવામાં આવતા નવા નિયમોના કારણે શિક્ષણની વ્યવસ્થા કથળી જશે તેવો દાવો પણ વ્યક્ત કર્યો છે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે માધ્યમિક શિક્ષણ ધારામાં સુધારો કર્યો છે. અગાઉ 5 કિલોમીટરના અંતરમાં એક શાળા હોય તો ગ્રાન્ટેડ, સરકારી કે પછી સ્વ નિર્ભર બીજી કોઈ શાળાને મંજૂરી ન આપી જોઈએ તેવી જોગવાઈઓ હતી. હવે નિયમમાં ફેરફાર કરી સામ સામે પણ શાળાનું બિલ્ડિંગ હોય તો પણ મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મોટા શહેરમાં અત્યારે ઇંચ અને ફૂટના ભાવે જમીન મળે છે. જેના કારણે મોટા મેદાનો શાળા પાસે રહ્યા નથી, એટલા માટે હવે ધાબાને રમતનું મેદાન ગણવાનું પણ નવા નિયમમાં નક્કી કરવામાં આવ્યું છે. આ બધા નવા નિયમોના કારણે શિક્ષણની વ્યવસ્થા કથળી જવાની છે. આગામી સમયમાં ગલીએ ગલીએ શિક્ષણની દુકાનો ખુલી જશે. આટલી બધી સરળતાથી શાળાઓને મંજૂરી આપવામાં આવે તે શિક્ષણ વ્યવસ્થા માટે યોગ્ય નથી. સામસામે શાળાઓ ખુલી જવાથી હરીફાઈ વધી જશે. જેના કારણે બાળક સમાજ માટે હાસ્યાસ્પદ મળશે. અને ગ્રાન્ટેડ શાળાઓના ગળેટૂંપો આવતા વાર નહીં લાગે. તેમજ આર્થિક પછાત વર્ગના બાળકો ક્યાં ભણવા જશે તે સૌથી મોટો સવાલ છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img