Homeગુજરાતીગુજરાતસૌરાષ્ટ્રમાં રવિ સીઝનના કૂલ વાવેતરમાં ભાવનગર જિલ્લાનો હિસ્સો 59.05 ટકા

સૌરાષ્ટ્રમાં રવિ સીઝનના કૂલ વાવેતરમાં ભાવનગર જિલ્લાનો હિસ્સો 59.05 ટકા

ભાવનગર, 17 નવેમ્બર, 2026 : Bhavnagar district accounts for 59.05 percent of the total cultivation in Saurashtra. સૌરાષ્ટ્રમાં આ વર્ષે અપુરતા વરસાદને કારણે દેવભૂમિ દ્વારકા સહિત ચાર જિલ્લામાં દૂષ્કાળની સ્થિતિ છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓના જળાશયો ખાલીખમ પડ્યા છે. તેના લીધે રવિપાકના વાવેતર પર અસર પડી છે. ત્યારે સૌરાષ્ટ્રના કૂલ રવિપાકના વાવેતરમાં ભાવનગર જિલ્લો મોખરે છે. તમામ જિલ્લાઓના સરેરાશ કૂલ વાવેતરમાં ભાવનગર જિલ્લાનો હિસ્સો 59.05 ટકા છે. આમ ભાવનગર જિલ્લો સમગ્ર સૌરાષ્ટ્રમાં અપવાદરૂપ અને અગ્રેસર સાબિત થયો છે.

કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ભાવનગર જિલ્લામાં 90% થી વધુ વરસાદ નોંધાયો હોવાથી જિલ્લાના જળાશયોમાં 92% થી વધુ જળસંગ્રહ થયો છે. પૂરતા પાણીની ઉપલબ્ધતાને કારણે શિયાળુ (રવિ) પાકના વાવેતરમાં ભાવનગર જિલ્લાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ 5,47,800 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેની સામે એકલા ભાવનગર જિલ્લામાં જ 3,23,500 હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. આમ, સમગ્ર સૌરાષ્ટ્રના કુલ રવિ વાવેતરના 59.05% જેટલો સિંહફાળો માત્ર ભાવનગર જિલ્લાનો રહ્યો છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પાણીની તંગીના કારણે ખેડૂતો વાવેતર કરી શક્યા નથી, ત્યારે ભાવનગર જિલ્લામાં 92% થી વધુ જળસંગ્રહ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે અને જિલ્લામાં શિયાળુ પાકનું બમ્પર વાવેતર જોવા મળી રહ્યું છે.

 ભાવનગર જિલ્લામાં રવિપારનું વાવેતરમાં જોઇએ તો ઘઉંનું વાવેતર 18,500 હેકટર જમીનમાં થયું છે જ્યારે જુવારનુ઼ વાવેતર 1800 હેકટરમાં થયું છે. ચણાનું વાવેતર 62,700 હેકટર જમીનમાં થયું છે. ડુંગળીનું વાવેતર 1,76,300 હેકટરમાં થઇ ગયું છે. શાકભાજીનું વાવેતર 13,800 હેકટરમાં થયું છે. જ્યારે ઘાસચારાનું વાવેતર 44,600 હેકટરમાં થયું છે. ડુંગળીમાં જિલ્લો આરંભથી જ પ્રથમ છે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં ડુંગળીનું વાવેતર 2,28,500 હેકટરમાં થયું છે તે પૈકી એટલા ભાવનગર જિલ્લામાં 1,76,300 હેકટર વાવેતર થયું છે જે રાજ્યના કુલ વાવેતરના 77.16 ટકા થાય છે.

ભાવનગર જિલ્લામાં મુખ્ય જળશયોમાં કુલ જિવંત પાણીની સંગ્રહ ક્ષમતા 462.23 મિલિયન ક્યુબિક મીટર (MCM) છે અને તે પૈકી જિલ્લામાં જળાશયોમાં કુલ પાણીનો સંગ્રહ 425.59 મિલિયન ક્યુબિક મીટર છે. સૌરાષ્ટ્રમાં ચાર જિલ્લા દ્વારકા, જામનગર, પોરબંદર અને મોરબીમાં હજી શિયાળુ વાવેતરનો આરંભ થયો નથી. જેમાં દ્વારકામાં જળાશોયમાં તો માત્ર 1.35 ટકા જ પાણી છે,  એટલે કે તમામ જળાશયો ખાલી છે તેમ કહી શકાય.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img