Homeગુજરાતીગુજરાતરાજકોટમાં 150 ફુટ રિંગ રોડ પર હીટ એન્ડ રનના કેસમાં કારચાલક 10...

રાજકોટમાં 150 ફુટ રિંગ રોડ પર હીટ એન્ડ રનના કેસમાં કારચાલક 10 દિવસ બાદ પકડાયો

રાજકોટ, 22 નવેમ્બર,2026 : Driver arrested after 10 days in hit-and-run case શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકથી મવડી ચોક તરફ જતા રોડ પર 10 દિવસ પહેલા હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. એક કારચાલક પૂરઝડપે સિનિયર સિટિઝન એવા વૃદ્ધને અડફેટે લઈને કાર સાથે તેનો ચાલક પલાયન થઈ ગયો હતો. આથી વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે 200થી વધુ CCTV કેમેરા ફુટેજ ચેક કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલક રફિક ગફાર સાલાણીની ધરપકડ કરી સ્વિફ્ટ કાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતનો ભોગ બનેલા મૃતકના પૂત્ર એવા ફરિયાદી ધર્મેશ મુળજીભાઈ દાફડાએ જણાવ્યું હતું કે, મારા પિતા મુળજીભાઈ અક્ષર સિક્યોરિટીમા ગત તા.10.11.2026ના રોજ સવારના 7 વાગ્યા આસપાસ પોતાની નોકરી પર જતા હતા ત્યારે આસ્થા ચોક નજીક એક અજાણ્યા કાર ચાલકે ઠોકર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરના ડાબા પગના ભાગે ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે 11 તારીખના રાત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ. જે અકસ્માતની ઘટના સિસિટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.

બનાવ અંગેની ફરિયાદના આધારે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ગોંડલ ચોકથી શરુ કરી અકસ્માત થયો તે આસ્થા ચોક અને આગળ કઈ તરફ ગાડી જતી હતી તે તપાસી લગભગ 200થી વધુ CCTV કેમેરા ચેક કરી તપાસ કરતા સામે આવ્યું હતુ કે અકસ્માત સર્જનાર કારના નંબર જીજે.03.કેપી.1903 છે જેના આધારે આગળ તપાસ કરતા અકસ્માત સર્જનાર કુવાડવા ગામ રહેતા કાર ચાલક રફિક ગફાર સાલાણી હોવાનું જાણવા મળ્યું હતુ જેથી પોલીસે રફિક ગફાર સાલાણીની ધરપકડ કરી સ્વિફ્ટ કાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img