Homeગુજરાતીગુજરાતસુરત-ઉધના વચ્ચે મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને લીધે 5 દિવસનો મેગાબ્લોક

સુરત-ઉધના વચ્ચે મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને લીધે 5 દિવસનો મેગાબ્લોક

સુરત, 29 નવેમ્બર, 2026 : 5-day megablock due to Metro Rail project work between Surat-Udhna શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને લીધે સુરત-ઉધના રેલવે સ્ટેશન વચ્ચે 5 દિવસનો મેગા બ્લોકનો પશ્વિમ રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે. મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન વિવિધ તબક્કામાં રેલવે ટ્રેક અને ઓવરહેડ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. CRS (કમિશનર ઓફ રેલવે સેફ્ટી) ની મંજૂરી મળ્યા બાદ ગર્ડર લોન્ચિંગની અંતિમ તારીખો જાહેર કરવામાં આવશે.

પશ્વિમ રેલવેના સૂત્રોના કહેવા મુજબ  સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને લીધે સુરત અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે કમેલા દરવાજા સ્થિત રેલવે ટ્રેકની ઉપર મેટ્રો લાઈન-2 ના બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. આ બ્રિજ પર 74 મીટર લાંબો ઓપન વેબ ગર્ડર લોન્ચ કરવા માટે રેલવે તંત્ર દ્વારા 37 દિવસનો એન્જિનિયરિંગ વર્ક શિડ્યુલ તૈયાર કરવામાં આવ્યો છે.આ કામગીરી દરમિયાન વિવિધ તબક્કામાં રેલવે ટ્રેક અને ઓવરહેડ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, CRS (કમિશનર ઓફ રેલવે સેફ્ટી) ની મંજૂરી મળ્યા બાદ ગર્ડર લોન્ચિંગની અંતિમ તારીખો જાહેર કરવામાં આવશે.

આ એન્જિનિયરિંગ કામગીરી અંતર્ગત પાંચ મહત્વના દિવસોએ મોટા ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે. શિડ્યુલ મુજબ, કામગીરીના સાતમા દિવસે (સોમવારે) સવારે 11:30 થી બપોરે 2:30 વાગ્યા સુધી બ્લોક રહેશે. ત્યારબાદ આઠમા, નવમા અને દસમા દિવસે (મંગળવારથી ગુરુવાર) સવારે 11:40 થી બપોરે 2:40 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે. આ ઉપરાંત, 18મા દિવસે (શુક્રવારે) પણ આ જ સમયે ત્રણ કલાકનો બ્લોક રહેશે. આમ, પાંચ દિવસ દરમિયાન કુલ 15 કલાક સુધી ટ્રેનોની અવરજવર પર સીધી અસર પડશે.

મેટ્રો રેલની કામગીરીને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેમાં અમરાવતી એક્સપ્રેસ ટ્રેન ઉધનાથી ઉપડશે,  મેમુ સુરત નહીં આવે રેલવે બ્લોકના કારણે દૈનિક મુસાફરો અને લાંબા અંતરની ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાયો છે. વિરાર-સુરત મેમુ (69141) બ્લોકના પાંચેય દિવસો દરમિયાન માત્ર ઉધના સ્ટેશન સુધી જ દોડશે, એટલે કે ઉધનાથી સુરત વચ્ચે આ ટ્રેન રદ રહેશે. બીજી તરફ, સુરત-અમરાવતી એક્સપ્રેસ (20925) કામગીરીના દસમા અને 18મા દિવસે સુરત સ્ટેશનને બદલે ઉધના સ્ટેશનથી જ તેના નિર્ધારિત સમયે રવાના કરવામાં આવશે.

આ ઉપરાંત બ્લોકના દિવસોમાં અનેક એક્સપ્રેસ ટ્રેનો મોડી ઉપડશે. સાતમા દિવસે હિસાર-સિકંદરાબાદ 3 કલાક, ઝાંસી-બાંદ્રા અને ગાંધીધામ-તિરુનેલવેલી 2-2 કલાક, જયપુર-કોયમ્બતુર દોઢ કલાક અને સુરત-માલદા ટાઉન 1 કલાક મોડી ઉપડશે. આઠમા દિવસે જોધપુર-તાંબરમ 3 કલાક, જ્યારે ઝાંસી-બાંદ્રા અને ઓખા-તિરુપતિ 2-2 કલાક રિશિડ્યુલ રહેશે. નવમા દિવસે હિસાર-બાંદ્રા 3 કલાક, હઝરત નિઝામુદ્દીન-મુંબઈ સેન્ટ્રલ અઢી કલાક, એકતા નગર-ચેન્નાઈ 2 કલાક અને ઉધના-આગ્રા કેન્ટ 45 મિનિટ મોડી દોડશે. દસમા દિવસે અમદાવાદ-તિરુચિરાપલ્લી 2 કલાક તથા 18મા દિવસે બાડમેર-બાંદ્રા 3 કલાક અને ઝાંસી-બાંદ્રા 2 કલાક મોડી રવાના થશે.

પશ્વિમ રેલવેના સૂત્રોએ ઉમેર્યુ હતું કે,  બ્લોકના પાંચેય દિવસો દરમિયાન ટ્રેન નંબર 19015, 19016, 12925, 12216, 12471, 12472 અને 22717 સહિતની અન્ય અપ અને ડાઉન ટ્રેનોને માર્ગમાં 15 મિનિટથી લઈને 3 કલાક સુધી રોકી રાખવામાં (રેગ્યુલેટ) આવશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે અસુવિધાથી બચવા માટે મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનનું સુધારેલું ટાઈમટેબલ અવશ્ય તપાસી લેવું.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img