1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ગરમીમાં ક્રમશઃ નોંધપાત્ર વધારો, વીજ માંગ વધી
ગુજરાતમાં ગરમીમાં ક્રમશઃ નોંધપાત્ર વધારો, વીજ માંગ વધી

ગુજરાતમાં ગરમીમાં ક્રમશઃ નોંધપાત્ર વધારો, વીજ માંગ વધી

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે જેથી મોટાભાગના જળાશયો છલકાયાં છે. જો કે, ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં ગરમીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેના પરિણામે વીજળીની માંગ પણ વધી હોવાનું જાણવા મળે છે.

ચોમાસાની વિદાય સાથે રાજ્યમાં ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર થયું હતું.આગામી ત્રણ દિવસમાં તે 39 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન છેલ્લા ચાર દિવસમાં ચાર ડિગ્રીથી વધ્યું છે.

રાજકોટ, ડીસા, ભુજ, નલિયા, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી, રાજકોટ,વલ્લભ વિદ્યાનગર, વડોદરા, સુરતમાં 37 ડિગ્રી અને વડોદરા, ભાવનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી એક સપ્તાહ ગરમીથી રાહત મળવાની સંભાવના નહીંવત છે.દરમ્યાન, ગરમી વધવાથી વીજ વપરાશમાં પણ વધારો જોવા મળ્યો છે.

રાજ્યમાં વીજળીની મહત્તમ માંગ પિક અવર્સમાં 21 હજાર 300 મેગાવોટ રહી હતી, જેમાંથી અંદાજે છ હજાર મેગાવોટ વીજ વપરાશ કૃષિના ફીડર પર થઈ રહ્યો છે. સોમવારે કૃષિ વપરાશ છ કરોડ યુનિટ નોંધાયો હતો. ગરમી વધવાથી સોલાર એકમોમાં 5500 મેગાવોટથી વધુ વીજ ઉત્પાદન થયું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code