1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અસલાલી હાઈવે પર બારેજા બ્રિજ પાસે ટ્રેલર પાછળ પૂર ઝડપે પિકઅપ ડાલુ અથડાયુ
અસલાલી હાઈવે પર બારેજા બ્રિજ પાસે ટ્રેલર પાછળ પૂર ઝડપે પિકઅપ ડાલુ અથડાયુ

અસલાલી હાઈવે પર બારેજા બ્રિજ પાસે ટ્રેલર પાછળ પૂર ઝડપે પિકઅપ ડાલુ અથડાયુ

0
Social Share

અમદાવાદ, 22 મે, 2026 : A pickup truck crashed into the back of a trailer  વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર અસલાલી નજીક બારેજા બ્રિજ પાસે ગત મોડી રાત્રે રોડ સાઈડ પર પાર્ક કરેલા ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે પીકઅપ ડાલુ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પીકઅપ ડાલામાં તેનો ચાલક ફસાઈ ગયો હતો. અને બહાર નિકળી શકે તેવી સ્થિતિમાં નહતો. આથી સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા અસલાલી ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી અને પીકઅપ ડાલાનો દરવાજો તેમજ સ્ટીયરીંગ કાપી ભારે જહેમત બાદ ડ્રાઇવરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ નજીક વડાદરા જતા હાઈવે પર અસલાલી નજીક બારેજા બ્રિજ પાસે રાતના બે વાગ્યા આસપાસ રોડ સાઈડ પર ઊભેલા ટ્રેલર પાછળ પીકઅપ ડાલુ ધડાકાભેર અથડાયુ હતું. તેના લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. પણ પીકડાલાનો ચાલક એવીરીતે ફસાઈ ગયો હતો કે બહાર નીકળી શકે તેમ નહતો. આથી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આથી  અસલાલી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર મહેન્દ્ર કલાલ અને મહર્ષિ દાન ગઢવી સહિત તેમની રેસ્ક્યુ ટીમ સ્થળ પર જવા રવાના થઈ હતી. અસલાલી બ્રિજ ઉતરતા રોડની સાઈડમાં એક ટ્રેલર પાછળ ટામેટા ભરેલું પીક અપ ડાલુ ઘૂસી ગયું હતું. પીકપ ડાલુનો ચાલક ટ્રેલરના પાછળના ભાગે ફસાઈ ગયો હતો. ફાયર સ્ટેશનની ટીમ દ્વારા રેસ્ક્યુના સાધનો વડે સૌપ્રથમ દરવાજો કાપવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્ટેયરીંગ તેમજ આગળનો થોડો ભાગ કાપી નાખવામાં આવ્યો હતો. જે બાદ ડ્રાઇવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઇવરને સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ડ્રાઇવર ટમેટા ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે જતા આ અકસ્માત સર્જાયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code