1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છના સુરજબારી ટોલપ્લાઝા પર લોકલ પાસ ઈસ્યુ ન કરાતા સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
કચ્છના સુરજબારી ટોલપ્લાઝા પર લોકલ પાસ ઈસ્યુ ન કરાતા સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ

કચ્છના સુરજબારી ટોલપ્લાઝા પર લોકલ પાસ ઈસ્યુ ન કરાતા સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ

0
Social Share

ભૂજ, 17 જુન, 2026 : Villagers face trouble as local passes are not issued at Surajbari Toll Plaza  નેશનલ હાઈવે પર ટોલનાકા દ્વારા નજીકના ગામલોકો પાસેથી ટોલ લેવા બાબતે અવાર-નવાર વિરોધ થયો હોય છે. ત્યારે કચ્છના સુરજબારી ટોલપ્લાઝા પર જુના કટારિયા અને શિકારપુર ગામના લોકો પાસેથી ટોલ લેવાના વિરોધમાં ગ્રામજનોએ ચક્કાજામ કરીને ભારે વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ એવી રજુઆત કરી હતી કે, ટોલનાકાની રેન્જમાં આવતા 16 કિમીના ગામોના પ્રાઇવેટ વાહનોને ફ્રીમાં પાસ અપાશે. પણ ફ્રી પાસ આપવામાં આવ્યા નથી, અને ટોલ લેવામાં આવી રહ્યો છે.

કચ્છના સુરજબારી ટોલપ્લાઝાના સંચાલકોએ આજુબાજુની ગ્રામ પંચાયત પાસે પ્રાઇવેટ વાહનો RC બુક, માલિકોના આધારકાર્ડ મંગાવાયા હતા પણ કોઈને ફ્રી પાસ આપવામાં ન આવતા, જુના કટારીયાના સરપંચ હેમુદાન ગઢવી, શિકારપુરના અગ્રણી માનાભાઈ રબારી, સ્થાનિકો સાથે ટોલનાકે પાસ બાબતે ટોલના અધિકારીઓને રજૂઆત કરતા કોઈ સંતોષકારક જવાબ ના મળતા સ્થાનિકો રોડ પર બેસીને હાઇવે ચક્કાજામ કરતા ત્રણ કલાક સુધી હાઇવે બંધ રહેતા ટ્રાફિક જામ થયો હતો. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ આવીને મામલો થાળે પાડીને ટ્રાફિક ખુલો કરાયો હતો.

જુના કટારીયાના સરપંચ હેમુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સૂરજબારી ટોલ નાકા દ્વારા ફ્રી પાસ ઇસ્યુ ન કરતા હાઇવે ચક્કાજામ કરાયો હતો. જેને પગલે ટોલ પ્લાઝાના અધિકારીઓએ મૌખિક કહ્યું છે કે તમારા ગામના નાના પ્રાઇવેટ વાહનો ફ્રીમાં જવા દેવામાં આવશે ત્યારે ચક્કાજામ ખુલ્લું કરાયું હતું. હવે લોકલ વાહનોને હેરાન કરાશે તો આજુબાજુના બધા ગામલોકો હાઇવે આવીને ચક્કાજામ કરીશું એવી ચીમકી આપી હતી.

સૂરજબારી ટોલકંપનીના અધિકારી મુકેશકુમારે જણાવ્યું હતું કે અમારી સિસ્ટમમાં કોઈને ફ્રી વાહન જવા દેવાની વ્યવસ્થા નથી. સૂરજબારી ટોલ દ્વારા નાના વાહનો માટે મહિને રૂ.360નો લોકલ પાસ ઇસ્યુ કરવામાં આવ્યો છે. તે સ્થાનિક લોકો માટે છે. કોઈ વાહનને ફ્રી જવા દેવામાં નહીં આવે. જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે ટોલ કંપની પહેલા સ્થાનિકોના નાના વાહનોને ફ્રીમાં જવા દેતી હતી પણ છેલ્લા 3 મહિનાથી કોઈને જવા દેવામાં આવતા નથી અને મોટા ભાગના લોકોને મહિનામાં માત્ર એક-બે વખત તે ટોલ નાકા પર જવાનું થાય છે. એટલે 360 રૂપિયાનો પાસ કેવી રીતે પરવડે? તો અમારી માગ છે કે સામખિયાળીની જેમ એક રૂપિયો ટ્રીપનો લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code