Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં રથયાત્રા અને મહોરમના તહેવારોને લીધે પોલીસનું કોમ્બિંગ

અમદાવાદમાં રથયાત્રા અને મહોરમના તહેવારોને લીધે પોલીસનું કોમ્બિંગ

અમદાવાદ, 17 જુન, 2026 : Police combing due to Rath Yatra and Muharram festivals અષાઢી બીજને એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે મોહરમના તહેવારને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આથી રથયાત્રા અને મોહરમના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો જળવાઈ રહે તે માટે અમદાવાદમાં કાગડાપીઠ અને દાણીલીમડા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ગત રાત્રે કોમ્બિંગ કરાયું હતું. અસામાજિક તત્ત્વોને કાયદાનું ભાન કરાવવા અને ગુનાખોરી અટકાવવા ચલાવવામાં આવેલી ડ્રાઈવમાં શંકાસ્પદો સામે અટકાયતી પગલાં લઈ ડઝનબંધ કેસ કરવામાં આવ્યા હતા, તેમજ વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો.

શહેરના કાગડાપીઠ પોલીસે કોમ્બિંગ કરી 48 વાહનો ચેક કર્યા હતા, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો 1 અને પ્રોહિબિશનના 3 કેસ નોંધી 3 વાહનો ડિટેઈન કર્યા હતા. સાથે જ હિસ્ટ્રીશીટર અને બુટલેગરોનું પણ ચેકિંગ કર્યું હતું. બીજી તરફ, દાણીલીમડા પોલીસે અસામાજિક તત્ત્વો અને ગેરકાયદે છરી અને ચપ્પા જેવા હથિયારો રાખનારા 6 શખસોની અટકાયત કરી હતી. દાણીલીમડા વિસ્તારમાં 56 વાહનોનું ચેકિંગ કરી 8ને મેમા ફટકારી રૂપિયા 4000નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 24 પાનના ગલ્લા તથા 13 મેડિકલ ચેક કરવામાં આવ્યા હતા. આમ, નશીલા પદાર્થોના વેચાણ બાબતે 100થી વધુ પાનના ગલ્લા અને 60થી વધુ મેડિકલ સ્ટોરના સ્ટોક અને બુક ચેક કરવામાં આવી હતી. કુલ 236 વાહનો ચેક કરાયા હતા, જેમાં 5 વાહનો ડિટેઈન કરી કુલ 20ની અટકાયત કરાઈ હતી. આ ઉપરાંત, 31 હિસ્ટ્રીશીટર, 45 MCR આરોપીઓ, 34 લિસ્ટેડ બુટલેગર, 7 જુગારી અને 7 તડીપારનું ચેકિંગ કરાયું હતું.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img