1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહુવાના છાપરી ગામે બાળકીનો શિકાર કરનારો દીપડો પાંજરે પુરાયો
મહુવાના છાપરી ગામે બાળકીનો શિકાર કરનારો દીપડો પાંજરે પુરાયો

મહુવાના છાપરી ગામે બાળકીનો શિકાર કરનારો દીપડો પાંજરે પુરાયો

0
Social Share

ભાવનગર, 17 જુન, 2026 : Leopard caged  જિલ્લાના મહુવાના છાપરી ગામે પખવાડિયા પહેલા વાડીએ રમતી શ્રમિક પરિવારની બાળકીને દીપડાએ દબોચી લઈ મોત નિપજાવ્યાની ઘટના બાદ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ બનાવ બાદ વન વિભાગે 10 જેટલા સ્થળોએ પાંજરા ગોઠવી માનવભક્ષી દીપડાને પકડવા તજવી હાથ ધરી હતી સતત 14 દિવસની જહેમત બાદ ગોઠવેલ1 10 પાંજરામાં એકના સ્થાને બે દીપડા પકડવામાં વન વિભાગને સફળતા મળી હતી.

આ બનાવની વિગત એવી હતી કે, ગઈ તા.2જી જુનના રોજ મહુવા તાલુકાના છાપરી ગામના ભાવુભાઈ રામભાઈ ગોહિલની માલીકીના વાડી વિસ્તારમાં રમી રહેલી એક બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. અને બાળકીને ખેંચીને ભાગ્યો હતો. આ બનાવથી આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. અને દીપડાના મોંમાથી બાળકીને છોડાવી હતી. બાળકીને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર સામે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. વન વિભગના સ્ટાફને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક હનુમંત હોસ્પિટલ પહોંચીને બાળકીના મૃત દેહને સિવિલ હોસ્પિટલ મહુવા ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવને પગલે નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન અને મદદનીશ વન સંરક્ષકની સુચના અનુસાર મહુવા રેન્જની ટીમે તાત્કાલીક એકશન પ્લાન તૈયાર કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. સમગ્ર વિસ્તારનું આકાશમાંથી આધુનિક ડ્રોન દ્વારા સ્કેનિંગ કરવામાં આવ્યુ હતું તેમજ સીસીટીવી કેમેરાથી દીપડાની ચોક્કસ મુવમેન્ટ ટ્રેક કરીને અલગ અલગ લોકેશન પર સીસી ટીવી કેમેરા અને પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને દિવસ રાત સ્કેનિંગની કામગીરીને અંતે ગત રાત્રિ દરમિયાન બે દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી છે.

 આ સમગ્ર ઓપરેશનમાં લીલીયા રેન્જના અનુભવી ટ્રેકર્સ અસલમભાઈ અને અમજદભાઈ કુરેશીએ પોતાની કુશળતાનો ઉપયોગ કરી દીપડાના સચોટ લોકેશન મેળવવામાં અને વન વિભાગની ટીમને માર્ગદર્શન પુરું પાડવામાં અત્યંત મહત્વની અને સરાહનીય ભૂમિકા ભજવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code