Homeગુજરાતીગુજરાતઅમદાવાદના એરપોર્ટ પર યુગાન્ડાથી આવેલો પ્રવાસી 981 ગ્રામ કોકેઈન સાથે પકડાયો

અમદાવાદના એરપોર્ટ પર યુગાન્ડાથી આવેલો પ્રવાસી 981 ગ્રામ કોકેઈન સાથે પકડાયો

અમદાવાદ, 26 સપ્ટેમ્બર,2026 :  A tourist from Uganda was caught with 981 grams of cocaine શહેરના સરદાર પટેલ ઈન્ટર નેશનલ એરપોર્ટ પર કતાર એરવેઝમાં આવેલી યુગાન્ડાના પ્રવાસીના લગેજમાંથી ડીઆરઆઈએ 981 ગ્રામ કોકેઈનનો જથ્થો ઝડપી લીધો હતો. ડીઆરઆઈના અધિકારીઓએ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ (NDPS) એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ કોકેઈન જપ્ત કરીને પ્રવાસીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના સરદાર પટેલ ઈન્ટર નેશનલ એરપોર્ટ પર ગુરૂવારે કતાર એરવેઝમાં આવેલા પ્રવાસીઓના લગેજ સ્કેન પર તપાસવામાં આવતા હતા. ત્યારે એક પ્રવાસીની હિલચાલ શંકાસ્પદ લાગતા ડીઆરઆઈના અધિકારીઓએ યુગાન્ડાથી આવેલાં પ્રવાસીને અટકાવીને પૂછતાછ કરતા શરૂઆતમાં પોતાની પાસે કોઈ પ્રતિબંધિત વસ્તુ હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેના લગેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા ટ્રોલી બેગના ટેલિસ્કોપિક હેન્ડલ અને પ્લાસ્ટિકના સપોર્ટ પાર્ટ્સની અંદર ચાલાકીથી છુપાવેલી પોલિથીન બેગમાં ભરેલો સફેદ પાવડર જેવો પદાર્થ મળી આવ્યો હતો. કુલ 981 ગ્રામ પદાર્થ મળી આવ્યો હતો, જેની તપાસમાં તે કોકેઈન હોવાનું સાબિત થયું હતું.  ડીઆરઆઈએ પ્રવાસીની ધરપકડ કરી તે કોની પાસેથી લાવ્યો હતો અને ભારતમાં કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ (NDPS) એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular