1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં તાપમાનમાં વધારો થતાં તમામ શાળાઓને સવારની પાળીમાં ચલાવવા આદેશ
વડોદરામાં તાપમાનમાં વધારો થતાં તમામ શાળાઓને સવારની પાળીમાં ચલાવવા આદેશ

વડોદરામાં તાપમાનમાં વધારો થતાં તમામ શાળાઓને સવારની પાળીમાં ચલાવવા આદેશ

0
Social Share

વડોદરા, 21 એપ્રિલ 2026: Schools ordered to operate in morning shift શહેરમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તામપાન 40 ડિગ્રીએ પહોંચતા જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સવારની પાળીમાં ચલાવવાનો આદેશ કર્યો છે. શહેરમાં દણીબધી શાળાઓમાં વેકેશનનો માહોલ છે. પણ ખાસ કરીને સીબીએસઈ સ્કૂલોમાં શિક્ષણ ચાલી રહ્યું છે. અસહ્ય ગરમીને લીધે બપોરની પાળીમાં ચાલતી શાળાઓ હવે સવારની પાળીમાં ચલાવાશે.

જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર પાઠવીને શાળાઓને સુચના આપી છે કે, શાળાનો સમય એ પ્રકારે રાખવાનો રહેશે કે જેથી વિદ્યાર્થીઓ બપોર પહેલા ઘરે સુરક્ષિત પહોંચી જાય છે.સાથે સાથે શાળામાં પીવાના ઠંડા અને શુધ્ધ પાણીની પૂરતી વ્યવસ્થા કરવી, વર્ગખંડોમાં પંખા ચાલુ સ્થિતિમાં હોય તેની ખાતરી કરી લેવી તેમજ વિદ્યાર્થીઓને રિસેસ દરમિયાન કે સ્કૂલ છૂટે તે પછી તડકામાં નહીં ઉભા રાખવા.ગરમીના કારણે કોઈ વિદ્યાર્થીની તબિયત લથડે તો સ્કૂલોએ તેને પ્રાથમિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

ડીઈઓ કચેરીએ ગાઈડ લાઈનમાં કહ્યું છે કે, ખુલ્લા મેદાનમાં પ્રાર્થના સભા કે રમત ગમતની પ્રવૃત્તિઓ પણ હાલ પૂરતી મોકૂફ રાખવી અથવા તો છાંયડો હોય ત્યાં જ રમત-ગમતની પ્રવૃત્તિ કરવી.ગાઈડ લાઈનનું પાલન નહીં કરનાર શાળાઓ સામે આકરા પગલા લેવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code