Homeગુજરાતીગુજરાતભાવનગર ફેક દારૂકાંડ, માસ્ટર માઈન્ડ રઈસ ભોપાલથી પકડાયો, 9 દિવસના રિમાન્ડ

ભાવનગર ફેક દારૂકાંડ, માસ્ટર માઈન્ડ રઈસ ભોપાલથી પકડાયો, 9 દિવસના રિમાન્ડ

ભાવનગર, 22 ઓગસ્ટ, 2026 : Spurious liquor scandal, Mastermind Rais arrested in Bhopal જિલ્લામાં નકલી ઈગ્લિંશ દારૂકાંડે નવનો ભોગ લીધો છે. ત્યારે નકલી દારૂકાંડના માસ્ટરમાઇન્ડ રઈસ ઉર્ફે રઈસ અહમદ ગાસી બાબુ અન્સારીને ગુજરાત પોલીસે મધ્યપ્રદેશના ભોપાલથી ઝડપી પાડ્યો છે. લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સથી તેને ઝડપી, ભાવનગર લાવી કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે ગુનાની ગંભીરતા જોતા રઈસના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આ કૌભાંડનું મૂળ અને આંતરરાજ્ય નેટવર્ક ખુલ્લું પડશે.

રાજ્યભરમાં ચકચાર જગાવનારા ભાવનગરના નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસર હવે સુરતમાં પણ સામે આવી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના સંજયસિંહ ડોડિયા નામના યુવકની તબિયત અત્યંત નાજુક બનતાં તેમને સુરતની ખટોદરા સ્થિત આઇએનએસ (INS) હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આઇસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને આ અંગે પરિવારજનોને પણ જાણ કરી દેવાઈ છે.

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 9 પર પહોચ્યો છે અને 30 લોકો સારવાર હેઠળ છે. કુલ 21 આરોપીમાંથી 13ને 14 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મુખ્ય સૂત્રધાર રઈશ અન્સારીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને ઠરાવ કરી આરોપીઓ પક્ષે કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો છે. ગત 21 ઓગસ્ટે 13 આરોપીને 14 દિવસના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટે 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે હવે ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસને ભોપાલથી ઝડપ્યા બાદ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે રઈસના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular