1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બિન હરિફ બેઠકો માટે ભાજપે નાણાની કોથળી ખૂલ્લી મુકી છે, કોંગ્રેસ પંચને રજુઆત કરશે
બિન હરિફ બેઠકો માટે ભાજપે નાણાની કોથળી ખૂલ્લી મુકી છે, કોંગ્રેસ પંચને રજુઆત કરશે

બિન હરિફ બેઠકો માટે ભાજપે નાણાની કોથળી ખૂલ્લી મુકી છે, કોંગ્રેસ પંચને રજુઆત કરશે

0
Social Share

અમદાવાદ, 14 એપ્રલ 2026: BJP has opened its money bag for uncontested seats  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની વધુને વધુ બેઠકો બિન હરિફ થાય તે માટે નાણાની કોથળી ખૂલ્લી મુકવામાં આવી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોને ધાક-ધમકી કે એનકેન પ્રકારે છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવીને બેઠકો બિન હરિફ બનાવવામાં આવી રહી છે. ભાજપ દ્વારા હોર્સ ટ્રેડિંગ તેમજ સરકારી અધિકારીઓ અને પોલીસ પર દબાણ કરાતુ હોવાથી આ મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યના ચૂંટણી આયોગને રજુઆત કરવામાં આવશે.

 ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે 15 એપ્રિલ સુધી રાજનીતિનો ખેલ ખેલાશે. કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના ફોન બંધ થઈ ગયા છે અને હવે તેમની વાડાબંધી શરૂ કરી દેવાઈ છે. તો આ તરફ ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની ફિરાકમાં છે.

કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે, ભાજપના નેતાઓ 20થી 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો અને ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓએ દબાણ કરતા ઉમરગામના ચૂંટણી અધિકારીએ આપઘાત કર્યો છે. આ અંગે રજૂઆત કરવા આજે કોંગ્રેસનું એક ડેલિગેશન રાજ્ય ચૂંટણી આયોગને મળશે.

ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે રાજ્યમાં 9,819 ફોર્મ રદ થયા હતા. જેમાં મનપામાં 1,934, નગરપાલિકામાં 1,164, જિલ્લા અને તાલુકા પંચાયતમાં 6,721 રદ કરાયા છે. ઉમેદવારીના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે સૌથી વધુ રસાકસી તાલુકા પંચાયત સ્તરે જોવા મળી છે. અહીં કુલ 20,000થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી દસ્તાવેજી કે ટેક્નિકલ ખામીઓને કારણે 6,721 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ ચૂંટણી જંગમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત 15 એપ્રિલ છે ત્યારે ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. હરીફ ઉમેદવારોને બેસાડી દેવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત અને રાજકોટમાં ભૂતકાળના ‘નિલેશ કુંભાણી’ જેવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ સતર્ક બની છે. પક્ષે પોતાના અંદાજે 65 જેટલા મજબૂત ઉમેદવારોની વફાદારી જાળવી રાખવા ‘મિશન અજ્ઞાત’ હેઠળ તેમને સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે. 15 એપ્રિલ બાદ જ સ્પષ્ટ થશે કે ફાઈનલ મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code