1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ભાજપના મહિલા અગ્રણીના પૂત્રની તિક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા
સુરતમાં ભાજપના મહિલા અગ્રણીના પૂત્રની તિક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા

સુરતમાં ભાજપના મહિલા અગ્રણીના પૂત્રની તિક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા

0
Social Share

સુરત, 18 મે 2026: BJP woman leader’s son murdered શહેરના ઉધના રોડ પર શહેર ભાજપના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પૂત્ર અને ભાજપના વોર્ડ ઉપ પ્રમુખ જય દલાલની તિક્ષણ હથિયાર મારીને હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. રાજકીય મહિલા અગ્રણીના પૂત્રની હત્યા થતાં પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે. કે, શહેરના ધારાસભ્ય સંગીતાબેન પાટિલના નજીક ગણાતા અને શહેર ભાજપના અગ્રણી એવા જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલની ઉધના રોડ પર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરવામાં આવી છે. મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં પદ ધરાવતો હતો અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે પક્ષની કામગીરી સંભાળતો હતો. હત્યારાઓને ઝડપી લેવા માટે શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે દોડધામ શરૂ કરી છે.

મૃતકની માતા જયશ્રીબેન નગીનભાઈ દલાલએ જણાવ્યું હતું કે, મારો દીકરો જય નગીનભાઈ દલાલ ગઇકાલે 8:30 વાગ્યા સુધી ઘરે જ હતો. એના કોઈ મિત્રએ એને ફોન કર્યો એટલે એને મને કીધું કે મમ્મી હું મોડો આવવાનો છું, જમવાનો નથી, એમ કહીને ગયો હતો. મને સવા બારથી સાડા બારના વચ્ચે ફોન આવ્યો કે તમારા છોકરાને બહુ બધા ઘા લાગ્યા છે, એપલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિત ત્રણ હત્યારાઓએ મારા દીરકાની હત્યા કરી નાખીને નાસી ગયા છે.   મારા દીકરાને ન્યાય મળવો જોઈએ, મારો એકનો એક જ દીકરો હતો,. તેની કોઈ જોડે દુશ્મની નહોતી.

મૃક યુવાનની માતા જયશ્રીબેન દલાલે જણાવ્યું હતું કે, આરોપીઓ  તો કેટલીય વાર જેલમાં જઈ આવ્યા છે, હમણાં પાસામાંથી બહાર નીકળ્યા છે. એમનું કહેવાનું એમ હતું કે મારા જયના કારણે તેમને પાસા થઈ હતી. મારો જય કઈ પોલીસ છે કે મંત્રી છે? એ કેવી રીતનો પાસા કરી શકે?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code